બાબા રામદેવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને આપી દીધું એવું નિવેદન કે હંગામો મચી ગયો, કહ્યું- ‘સલમાન ખાન ડ્રગ્સ લે છે…’


છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડમાં કથિત ડ્રગ્સ રેકેટના અહેવાલો આવી રહ્યા છે, જેમાં ઘણા સ્ટાર્સના નામ સામે આવ્યા છે. હવે યોગગુરૂ બાબા રામદેવે ડ્રગ્સના કેસમાં ઘણા કલાકારો પર નિશાન સાધ્યું છે અને તેમણે કહ્યું કે સલમાન ખાન સહિત ઘણા અભિનેતાઓ ડ્રગ્સ લે છે. બાબા રામદેવ ગતરોજ યુપીના મુરાદાબાદમાં આર્યવીર અને વીરાંગના સંમેલનમાં ભાગ લેવા આવ્યા હતા. જ્યાં તેમણે નશા મુક્ત ભારત કાર્યક્રમ પર બોલતા કહ્યું- શાહરૂખ ખાનનો દિકરો ડ્રગ્સ લેતા ઝડપાયો હતો.

સલમાન ખાન ડ્રગ્સ લે છે, આમિર વિશે જાણીતો નથી અને કેટલા મોટા લોકો પણ ડ્રગ્સ લે છે. જેને બોલિવૂડ સ્ટાર્સ કહે છે. અભિનેત્રીના તો ભગવાન જ માલિક છે. આગળ બોલતા તેમણે કહ્યું, ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચારે બાજુ ડ્રગ્સ છે, રાજકારણમાં પણ ડ્રગ્સ છે. ચૂંટણી દરમિયાન દારૂનું વિતરણ કરવામાં આવે છે. આપણે એવો સંકલ્પ લેવો જોઈએ કે ભારતને દરેક નશાના વ્યસનથી મુક્ત કરવું છે. આ માટે અમે આંદોલન ચલાવીશું. બાબા રામદેવે આ સમયગાળા દરમિયાન દેશના અન્ય ઘણા મુદ્દાઓ પર તેમના વિચારો શેર કર્યા હતા.

મળતી માહિતી મુજબ આ પહેલીવાર નથી જ્યારે યોગ ગુરુએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પર નિશાન સાધ્યું હોય. તે ઘણી વખત સેલેબ્સની એક્ટિવિટીઝ પર પણ પોતાનો ફીડબેક આપે છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની NCBએ રેવ પાર્ટીમાંથી ધરપકડ કરી હતી. ત્યારે પોલીસે દાવો કર્યો હતો કે તેની ધરપકડ સમયે તેની પાસેથી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું અને તે આ કેસમાં 22 દિવસથી જેલમાં હતો. જો કે બાદમાં તેને કોર્ટમાંથી ક્લીનચીટ પણ મળી ગઈ છે.
આ પણ વાંચો : Drishyam 2 નું ટ્રેલર થયું લોન્ચ : શું આ વખતે ગુનાની કબૂલાત કરી લેશે ‘વિજય સલગાંવકર’?