ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બાબા રામદેવને હાઇકોર્ટનો નવો ઝટકો, દવા પર કરેલો દાવો પરત ખેંચવો પડશે

Text To Speech
  • હાઇકોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને 3 દિવસમાં આદેશ પૂરો કરવાનું કહ્યું 

નવી દિલ્હી, 29 જુલાઇ: યોગગુરુ બાબા રામદેવને આજે સોમવારે ફરી એકવાર કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હવે દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સોશ્યિલ મીડિયા પરથી દાવો પાછો ખેંચવા કહ્યું છે જેમાં ‘કોરોનિલ’નો કોરોનાના ઈલાજ તરીકે પ્રચાર કરવામાં આવ્યો હતો. આ સાથે એલોપેથીની અસરને લઈને જે વાતો કહેવામાં આવી છે તે પણ પાછી લેવી પડશે. કોર્ટે તેમને 3 દિવસમાં આવું કરવા માટે કહ્યું છે.

 

ચુકાદો આપતી વખતે જજે શું કહ્યું?

ચુકાદો આપતી વખતે જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીની ખંડપીઠે કહ્યું કે, “હું અરજી મંજૂર કરું છું. મેં કેટલીક સામગ્રી, પોસ્ટ્સ દૂર કરવા કહ્યું છે. મેં બચાવ પક્ષને ત્રણ દિવસમાં તેને દૂર કરવા કહ્યું છે, અન્યથા મેં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આમ કરવા માટે નિર્દેશ આપ્યો છે.” જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીએ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ 21 મેના રોજ આ મુદ્દે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

દિલ્હી મેડિકલ એસોસિએશન (DMA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે આ આદેશ આપ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, બાબા રામદેવની કંપનીએ કોરોનિલ કીટ વિશે ખોટા દાવા કર્યા હતા અને તેને કોરોના રોગનો ઈલાજ ગણાવ્યો હતો, જ્યારે તેને ઈમ્યુનિટી બૂસ્ટર તરીકેનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બાબા રામદેવનો દાવો કોરોનિલ સહિત તેના ઉત્પાદનોના વેચાણને વધારવા માટે ખોટો પ્રચાર અભિયાન અને માર્કેટિંગ વ્યૂહરચના છે.

આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે ઉત્તરાખંડ રાજ્ય લાઇસન્સિંગ ઓથોરિટીએ 15 એપ્રિલે પતંજલિ આયુર્વેદ લિમિટેડ અને દિવ્યા ફાર્મસીના 14 ઉત્પાદનોના ઉત્પાદન લાયસન્સ સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો હતો.

આ પણ જૂઓ: ઝારખંડના સીએમ હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, EDની અરજી ફગાવી

Back to top button