અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતધર્મનેશનલમધ્ય ગુજરાત

બાબા કેદારનાથના દ્વાર ખુલવાની તારીખ જાહેર, આ દિવસે નીકળશે ડોલી

  • શ્રી કેદારનાથ ધામના દ્વાર 10 મેએ ખૂલશે અને ભક્તો સવારે 7 વાગ્યાથી દર્શન કરી શકશે
  • પંચમુખી ડોલી 6 મેના રોજ વિવિધ સ્ટોપથી થઈને 9મી મેના રોજ સાંજે કેદારનાથ ધામ પહોંચશે

દેહરાદૂન(ઉત્તરાખંડ), 8 માર્ચ: દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના શુભ અવસર પર બાબા કેદારનાથ ધામના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. આજે શુક્રવારે ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠમાં તિથિ જાહેર કરવામાં આવી છે. અગિયારમા જ્યોતિર્લિંગ શ્રી કેદારનાથ ધામના દ્વાર 10 મેએ ખૂલશે ભક્તો સવારે 7 વાગ્યાથી દર્શન કરી શકશે. આ માહિતી શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા આપવામાં આવી છે.

 

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ જણાવ્યું કે, પંચમુખી ડોલી 6 મેના રોજ શ્રી કેદારનાથ ધામ માટે રવાના થશે અને આ ડોલી વિવિધ સ્ટોપથી થઈને 9મી મેના રોજ સાંજે કેદારનાથ ધામ પહોંચશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજય સાથે અન્ય પૂજારીઓની હાજરીમાં ઉખીમઠના પચકદાર ગદ્દીસ્થળ શ્રી ઓમકારેશ્વર મંદિરમાં આયોજિત ધાર્મિક સમારોહમાં આજે દરવાજા ખોલવાનું શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રી નિમિત્તે ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં સવારે 9 વાગ્યાથી ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થઈ ગયો હતો.

 

બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કેદારનાથ ધામ

કેદારનાથ ધામ ઉત્તરાખંડના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. હિમાલયના શિખરો અને બરફથી ઢંકાયેલી ટેકરીઓ વચ્ચે ભગવાન શિવના આ મંદિરના દર્શન કરવા દેશ-વિદેશથી ભક્તો ઉમટી પડે છે. કેદારનાથ મંદિર ભારતના ઉત્તરાખંડ રાજ્યના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. ઉત્તરાખંડમાં હિમાલય પર્વતોની ગોદમાં આવેલું કેદારનાથ મંદિર બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે.

 

ચારધામ યાત્રાની તૈયારીઓ પર જોર

આ પહેલા વસંત પંચમીના અવસર પર બદ્રીનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી હતી. આ પછી પ્રશાસને ચારધામ યાત્રાની તૈયારીઓ પર જોર આપવાનું શરૂ કર્યું છે. ચારધામ યાત્રા દરમિયાન મોટાભાગના ભક્તો બાબા કેદારનાથ ધામમાં દર્શન કરવા માટે જાય છે. આ મુસાફરોને પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મુસાફરોની આ મુશ્કેલીને જોતા વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

આ પણ જુઓ: મહાશિવરાત્રી નિમિતે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન માટે ભક્તોની ભીડ, કરો LIVE દર્શન

Back to top button