- ધીરેન્દ્ર શાસ્ત્રી સવારે 8 વાગે સુરતથી અમદાવાદ આવશે
- 10.30 વાગ્યે અમદાવાદથી દાંતા હેલિકોપ્ટર મારફતે જશે
- બાબા બાગેશ્વર 12.15 વાગ્યે મા અંબાના કરશે દર્શન
ગુજરાત પ્રવાસે પહોંચેલા બાબા બાગેશ્વર બનાસકાંઠા અંબાજી દર્શનાર્થે પહોંચે તેવી શક્યતા છે. 28મીના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી સવારે 8 વાગે સુરતથી અમદાવાદ આવશે. સવારે 10.30 કલાકે અમદાવાદથી દાતા હેલીપેડ જશે. ત્યાથી સવારે 11.30 કલાકે દાતા હેલીપેડથી અંબાજી મંદિર પહોંચશે.
બપોરે 12.15 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરશે
બાબા બાગેશ્વર બપોરે 12.15 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરશે. અંબાજી મંદિરે દર્શન કર્યા બાદ બપોરે 1 વાગ્યે અંબાજીના અંબેવેલીમાં બાબા વિશ્રામ લેશે. બપોરે 3 કલાકે અંબાજીથી અમદાવાદ આવવા બાબા રવાના થશે. ત્યાર બાદ 28મેના રોજ અમદાવાદમાં ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટકને ત્યાં બાબા બાગેશ્વર રોકાણ કરવાના છે, જેની માટે પણ અમદાવાદ ખાતે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 28 મેના દિને ઝૂંડાલા પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજાશે. 29 અને 30મેના રોજ પણ પ્રવીણ કોટકને ત્યાં રોકાણ કરે તેવી શક્યતા છે. જોકે આ બે દિવસ બાબા ઘાટલોડીયાના ચાણક્યપુરીના મેદાનમાં કાર્યક્ર્મ યોજાશે.
વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમોને લઈ તડામાર તૈયારીઓ
ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમોને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. જેમાં સૌ પ્રથમ સુરતમાં ગઇકાલે અને આજે કાર્યક્ર્મ પૂર્ણ થયા બાદ આગળના કાર્યક્રમ સ્થળોએ પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને બાબા બાગેશ્વરનો અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાવાનો છે. તારીખ 28,29,30 મે અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં કાર્યક્રમ યોજાશે જેની પહેલા બાબા બાગેશ્વર અંબાજીના મંદિરના દર્શન કરશે.