બાહુબલી ફેમ રાજામૌલી ફરીવાર એક એનિમેટેડ સિરિઝથી ઓટીટી પર ધુમ મચાવશે
- એસ એસ રાજામૌલીએ બાહુબલીની એનિમેટેડ વેબસિરીઝ લઈને આવી રહ્યા છે
- બાહુબલી ધ ક્રાઉન ઓફ બ્લડ નામની આ વેબસિરીઝ ડીઝની પ્લસ હોટસ્ટાર પર ટુંક સમયમાં રીલીઝ થશે
- આ સિરીઝ બાહુબલી યુનિવર્સનો એક ભાગ છે જેનું શોર્ટ ટીઝર રાજામૌલીએ સોશિયલ મીડિયા પર રજુ કર્યું છે
HD ન્યુઝ ડેસ્ક,2 મે: સાઉથ સિનેમાના જાણીતા હિટ ડાયરેક્ટર-પ્રોડ્યુસર એસએસ રાજામૌલી એક નવી વેબ સિરીઝ લઈને આવી રહ્યા છે. આ સિરીઝ બાહુબલી યુનિવર્સનો એક ભાગ છે. જેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. જાણો કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે બાહુબલી ધ ક્રાઉન ઓફ બ્લડ વેબ સિરીઝ.
ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીએ તેમની લોકપ્રિય ફ્રેન્ચાઇઝી બાહુબલીની નવી એનિમેટેડ સિરીઝની જાહેરાત કરી છે. સિરીઝનું નામ ‘બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ’ છે અને તે બાહુબલી યુનિવર્સ પર આધારિત છે. આ સિરીઝ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. માહિષ્મતીના કાલ્પનિક સામ્રાજ્ય પર આધારિત બાહુબલી ફિલ્મોની બૉક્સ ઑફિસની સફળતાએ તેલુગુ સિનેમાને રાષ્ટ્રીય અને વૈશ્વિક મંચ પર પહોંચાડ્યું હતું આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબાતી, અનુષ્કા શેટ્ટી અને તમન્ના ભાટિયાએ અભિનય કર્યો હતો.
ક્યારે રિલીઝ થશે આ વેબ સિરીઝ?
એસએસ રાજામૌલીએ મંગળવારે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર આ વેબસિરીઝની સત્તાવાર જાહેરાત કરી હતી. એસએસ રાજામૌલીની વેબ સિરીઝ 17 મેના રોજ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. જેનો એક શોર્ટ ટીઝર પોતાના ચાહકો સાથે રજુ કર્યુ હતું જેની સાથે લખ્યું હતું કે, ‘જ્યારે મહિષ્મતીના લોકો તેના નામનો જાપ કરે છે, ત્યારે બ્રહ્માંડની કોઈ શક્તિ તેને પાછો ફરતા રોકી શકતી નથી. બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ એક એનિમેટેડ સિરીઝનું ટ્રેલર ટૂંક સમયમાં આવી રહ્યું છે!’ જોકે, અત્યાર સુધીની બહાર પાડેલી માહિતી પ્રમાણે કે રાજામૌલી પોતેજ ફિલ્મના પ્રોડ્યુસર હશે. ટીઝરમાં પરથી જાણ થાયે છે કે ‘બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ’નું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે.
જુઓ એસએસ રાજામૌલીએ રજુ કરેલું આ ટીઝર:
When the people of Mahishmati chant his name, no force in the universe can stop him from returning.
Baahubali: Crown of Blood, an animated series trailer, arrives soon! pic.twitter.com/fDJ5FZy6ld
— rajamouli ss (@ssrajamouli) April 30, 2024
બાહુબલી ફ્રેન્ચાઇઝી વિશે
2015માં ‘બાહુબલી: ધ બિગિનિંગ’, પહેલો ભાગ રીલીઝ થયો હતો, જેમાં એક સાહસી બહાદુર યુવક શિવુડુની વાર્તા દેખાડવામાં આવી છે, જે પોતાની પ્રેમિકા અવંતિકાને, માહિષ્મતીની ભૂતપૂર્વ રાણી દેવસેનાને બચાવવામાં મદદ કરે છે,ત્યાર પછી રાજા ભલ્લાલદેવ અત્યાચારી શાસન હેઠળ એક કેદી બને છે અને અંતમાં એક પહાડની ટેકરી પર તેની હત્યા થાય છે. ‘કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?’ તે પ્રશ્નની શરુઆત થયેલી આ ફિલ્મની વાર્તા બીજો ભાગ ‘બાહુબલી 2: ધ કન્ક્લુઝન’ ની પૂરી થાય છે. તેલુગુ, તમિલ, મલયાલમ અને હિન્દી ભાષામાં રિલીઝ થયેલી આ બંને ફિલ્મોએ વિશ્વભરમાંથી 1,000 કરોડ રુપિયાથી પણ વધુની કમાણી કરી હતી.
આ પણ વાંચો: સસ્પેન્સનો આવ્યો અંત, આ દિવસે રિલીઝ થશે ‘પંચાયત 3’