B Virus/ વાંદરાના કરડવાથી માણસને થયો જીવલેણ રોગ, 16 દિવસથી ICUમાં દાખલ… જાણો આ જીવલેણ વાયરસ વિશે
હોંગકોંગ, 5 એપ્રિલ : હોંગકોંગના એક પાર્કમાં એક વ્યક્તિ ફરતો હતો, ત્યારે તેને એક વાંદરાએ બટકું ભર્યું હતું, આ પછી વ્યક્તિને ગંભીર ચેપ લાગ્યો છે. હવે તેની સારવાર આઈસીયુમાં ચાલી રહી છે. આ ચેપ B વાયરસથી થાય છે. જે હોંગકોંગના વિવિધ વિસ્તારોમાં રહેતા વાંદરાઓના થૂંક, પેશાબ અને મળમાં જોવા મળે છે.
સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શન (CHP) અનુસાર, વાંદરાઓમાં આ વાયરસની અસર ઓછી જોવા મળે છે. અથવા તેઓ એસિમ્પટમેટિક છે. સંક્રમિત વ્યક્તિના પરિવારજનોએ જણાવ્યું કે પીડિત કામ શાન કન્ટ્રી પાર્કમાં ફરવા ગઈ હતી. આ પાર્કને મંકી હિલ પણ કહેવામાં આવે છે. હોંગકોંગમાં મનુષ્યોમાં B Virusના ચેપનો આ પ્રથમ કેસ છે.
B Virusને મંકી બી વાયરસ અથવા હર્પીસ વાયરસ સિમિયા પણ કહેવામાં આવે છે. તે ખૂબ જ ગંભીર છે. ખાસ કરીને જયારે માણસને ચેપ લાગે છે. આ વાયરસની શોધ 1932માં થઈ હતી. 2019 સુધી આ વાયરસને કારણે માત્ર 50 લોકો જ સંક્રમિત થયા હતા. જેમાંથી 21 લોકોના મોત થયા છે. આ લોકોને વાંદરાઓએ બાચકા ભર્યા હતા અથવા ઉઝરડા માર્યા હતા.
આ વાયરસ વાંદરાઓથી મનુષ્યમાં કેવી રીતે ફેલાય છે?
જ્યારે વાંદરાઓ કરડે છે અથવા નખોરિયાં મારે છે, ત્યારે તેમના શરીરના પ્રવાહી, જેમ કે થૂંક અથવા તૂટેલી ચેપગ્રસ્ત પેશીઓ અથવા ચામડી, મનુષ્યોને ચેપ લગાડે છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, અત્યાર સુધી માત્ર એક જ વાર એવું બન્યું છે કે B વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં સંક્રમિત થયો હોય.
ચીનમાં B Virusનો પહેલો કેસ 2021માં આવ્યો હતો
ચીનમાં B Virusથી સંક્રમિત પ્રથમ માનવીનો કિસ્સો 2021માં સામે આવ્યો હતો. વાસ્તવમાં આ વ્યક્તિ પ્રાણીઓનો ડોક્ટર હતો. જેમણે બે મૃત વાંદરાઓના મૃતદેહની તપાસ કરી હતી. તે ડૉક્ટર પણ આ ચેપના એક મહિના પછી મૃત્યુ પામ્યા હતા. હોંગકોંગમાં સંક્રમિત વ્યક્તિની ઉંમર 37 વર્ષ છે. તેઓ 21 માર્ચથી યાન ચાઈ હોસ્પિટલમાં દાખલ છે. તેને સતત તાવ રહે છે. તેમજ તે સમયાંતરે સભાનતા ગુમાવી રહ્યો છે.
આ B Virus ચેપના પ્રારંભિક લક્ષણો
આ વ્યક્તિના મગજ અને કરોડરજ્જુની આસપાસ રહેલા પ્રવાહીમાં B વાયરસનો ચેપ જોવા મળ્યો છે. B Virusના પ્રારંભિક લક્ષણો ફ્લૂ જેવા હતા. તાવ આવવો. ઠંડી લાગે છે. સ્નાયુમાં દુખાવો. થાક અને માથાનો દુખાવો. બાદમાં શ્વાસ લેવામાં તકલીફ, બેચેની, ઉલટી, પેટમાં દુખાવો અને હેડકી પણ આવી શકે છે.
જો ઈન્ફેક્શન મગજ સુધી પહોંચે તો આંચકી આવે છે
જ્યારે વાયરસ તમારા મગજમાં પ્રવેશવાનું શરૂ કરે છે ત્યારે આંચકી આવે છે. ઉપરાંત, માનવ શરીરના તે ભાગ પર ડાઘ બની શકે છે જ્યાં વાંદરાએ બાચકા ભર્યા હોય… ત્યાં સતત ખંજવાળ આવે છે. પછીના તબક્કામાં, ચેપને કારણે મગજ અને કરોડરજ્જુમાં સોજો આવે છે. આ ભયંકર પીડાનું કારણ બને છે. શરીર સુન્ન થવા લાગે છે.
પછીના તબક્કા વધુ ખતરનાક બની જાય છે…
સ્નાયુઓએ મગજ સાથે સંકલન ગુમાવે છે. નર્વસ સિસ્ટમ નિષ્ફળ થવા લાગે છે. અથવા નબળા પડી જાય છે. શ્વાસ લેવામાં વધુ તકલીફ થાય છે. આ વાયરસના ચેપને મટાડવા માટે, એન્ટિ-વાયરલ દવાઓ, સપોર્ટિવ કેર આપવામાં આવે છે.