બી પ્રાકે રણવીર સાથે પોડકાસ્ટ કેન્સલ કરી કહ્યું, સનાતન ધર્મની વાત કરનારના આટલા હલકા વિચારો?
![બી પ્રાકે રણવીર સાથે પોડકાસ્ટ કેન્સલ કરી કહ્યું, સનાતન ધર્મની વાત કરનારના આટલા હલકા વિચારો? hum dekhenge news](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/b-prak.jpg)
- બી પ્રાકે કહ્યું, મિત્રો, જો આપણે આજે આ બાબતોને નહીં રોકીએ, તો તમે જ વિચારો કે આવનારી પેઢી કઈ દિશામાં જશે
11 ફેબ્રુઆરી, મુંબઈઃ યૂટ્યૂબ પર પ્રસારિત થતા ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયાના વિવાદાસ્પદ નિવેદનની હવે સિંગર બી પ્રાકે નિંદા કરી છે. તાજેતરમાં બી પ્રાકે જણાવ્યું છે કે તે રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટમાં જોડાવાના હતા, પરંતુ હવે તેમણે તેને કેન્સલ કરી દીધું છે. કારણ છે રણવીરની અશ્લીલ કોમેડી, જે તેણે તાજેતરમાં સમય રૈનાના શોમાં કરી હતી.
આ વિવાદ હવે એટલો વધી ગયો છે કે રણવીર અલ્હાબાદિયા અને સમય રૈના સહિત 5 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તે જ સમયે સિંગર બી પ્રાકે સોશિયલ મીડિયા પર રણવીર અલ્હાબાદિયા, સમય રૈના અને શોના આયોજકોની ટીકા કરી છે.
View this post on Instagram
બી પ્રાકે રણવીર અલ્હાબાદિયા સાથેનો પોડકાસ્ટ કેન્સલ કર્યો
બી પ્રાકે કહ્યું છે કે રણબીર અલ્હાબાદિયાએ શોમાં માતાપિતાની ઈન્ટિમેટ લાઈફ વિશે જે કમેન્ટ કરી છે તે તેમની હલકી માનસિકતા દર્શાવે છે. એકબાજુ તે સનાતન ધર્મના પ્રચારની વાતો કરે છે અને બીજી બાજુ તે શોમાં કેવા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે છે. આ અંગે બી પ્રાકે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. તે વીડિયોમાં કહે છે, મિત્રો હું એક પોડકાસ્ટમાં જવાનો હતો, જે બીયર બાયસેપ્સ (રણવીર અલ્હાબાદિયા)નો હતો, પણ મેં તે કેન્સલ કર્યો છે. કેમ? કારણ તમે જાણો છો કે સમય રૈનાના શોમાં તેણે કેવા પ્રકારની ખરાબ વિચારસરણી અને ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો છે. મારા મતે આ આપણી ભારતીય સંસ્કૃતિ નથી. આ આપણું કલ્ચર નથી.
બી પ્રાક આગળ કહે છે, તમે શોમાં કેવા પ્રકારની વાતો કરી રહ્યા છો? તમે તમારા માતા-પિતા વિશે કેવા પ્રકારની સ્ટોરી બતાવવા માંગો છો? આ વાહિયાત અને હલકી કક્ષાની કોમેડી છે. શું તમે આ પ્રકારની વાતોને સ્ટેન્ડ-અપ કોમેડી કહો છો? લોકોને ગાળો આપવી, તેમને ગાળો શીખવવી… આ કઈ જનરેશન છે? શોમાં એક શીખ સભ્ય છે, જે ગાળો આપીને વાત કરે છે અને રણવીર અલ્હાબાદિયા તમે સનાતન ધર્મ વિશે વાત કરો છો… તમારા પોડકાસ્ટમાં ઘણા મહાન સંતો અને ઋષિઓ આવે છે અને તમે આવી હલકી વાતો કરો છો.
તમે આવનારી પેઢીને બગાડી રહ્યા છો
બી પ્રાકે કહ્યું, મિત્રો, જો આપણે આજે આ બાબતોને નહીં રોકીએ, તો તમે જ વિચારો કે આવનારી પેઢી કઈ દિશામાં જશે. આગળ જતા બધું ખૂબ ખરાબ થઈ જશે. તો કૃપા કરીને હું સમય રૈના અને શોમાં આવતા બાકીના હાસ્ય કલાકારોને વિનંતી કરું છું કે કૃપા કરીને આવી ખરાબ માનસિકતાને પ્રોત્સાહન ન આપો. તમે લોકો આટલા મોટા નામ બની ગયા છો, તેથી તમારે તમારી સંસ્કૃતિનો પ્રચાર કરવો જોઈએ. લોકોને એવી વસ્તુઓ પીરસો જેમાંથી તેઓ કંઈક સારું શીખી શકે. કૃપા કરીને એવી સામગ્રી ન બનાવો જે આવનારી પેઢીને બગાડે.
આ પણ વાંચોઃ રણવીર ઈલાહાબાદિયાનું વિવાદિત વીડિયો Youtubeથી હટાવાયો, સૂચના પ્રસારણ મંત્રાયલે મોકલી હતી નોટિસ: સૂત્ર