કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022

આઝાદી કા અમૃત મહોત્સવ : બહાઉદીન કોલેજથી કૃષિ યુનિ. સુધી તિરંગા યાત્રા યોજાઈ

Text To Speech

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢની બહાઉદીન કોલેજથી સરદાર પટેલ સભા ગૃહ, કૃષિ યુનિવર્સિટી સુધી હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, ઇન્દ્રભારતી બાપુ, ગીરનારના સંતો, પદાધિકારીઓ, અધિકારીઓ  સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા.

વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાએ કર્યું યાત્રાનું આયોજન, અનેક સંસ્થાઓ જોડાઈ

ભારતના આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. જે  અંતર્ગત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા સહિતના વિવિધ વિભાગો દ્વારા હર ઘર તિરંગા યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હર ઘર તિરંગા યાત્રામાં પોલીસ બેન્ડ, હોમગાર્ડ પોલીસ જવાનો, એનએસએસ, કેડેટ્સ એનસીસી કેડેટ્સ, સરકારી શાળા કોલેજના શિક્ષકો, વિદ્યાર્થીઓ, સ્થાનિક કલાકારો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરનો સંદેશો – અપીલ

આ પ્રસંગે મેયર ગીતાબેન પરમાર સ્વાગત કરતા જણાવ્યું હતું કે આજે હર ઘર તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ જોડાયા છે. જે આનંદની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ હર ધર તીરંગાના કાર્યક્રમમાં જોડાનાર છે ત્યારે આપણે સૌ પણ જોડાઈએ. ઘરે, ઓફિસે, દુકાને તિરંગો લહેરાવવા તેમણે લોકોનેઅનુરોધ કર્યો હતો. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા એ તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી લોકોને ઘરે-ઘરે તિરંગો લહેરાવવા જણાવ્યું હતું.

સંસ્થાના આગેવાનોએ કર્યો તિરંગા લહેરાવવાનો અનુરોધ
આ તકે સાવજ ડેરીના ચેરમેન  દિનેશભાઈ ખટારીયાએ આ  પ્રસંગે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે દેશના સપૂતોએ પોતાની જાન ગુમાવીને આપણને મહામૂલ્ય આઝાદીમાં અપાવી છે ત્યારે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપીએ. વડાપ્રધાનના હર ઘર તિરંગા સૂત્રના સાચા અર્થમાં આપણે સૌ સાર્થક કરીએ. શહેર જિલ્લા ભાજપ પ્રમુખ  પુનિતભાઈ શર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ નેશન ફર્સ્ટનો  સંદેશ આપ્યો છે. ૭૫માં આઝાદીના અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે દરેક જૂનાગઢ વાસીઓને ઘરે તિરંગો લહેરાવવા અનુરોધ કર્યો હતો.

મોટી સંખ્યામાં અધિકારીઓ રહ્યા ઉપસ્થિત 

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી  ભૂમિ કેશવાલાએ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજ, મનપા કમિશનર  રાજેશ તન્ના, ડીસીએફ  સુનિલ બેરવાલ, એસપી  રવિ તેજા વાસમ શેટ્ટી, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, પ્રદીપભાઈ ખીમાણી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તિરંગા યાત્રા બાદ દેશભક્તિના ગીતો આધારિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સરદાર પટેલ સભા ગૃહ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં હર ઘર ત્રિરંગા ગીતનું લોન્ચિંગ તથા સંકલ્પ પત્રનું વાચન કરવામાં આવ્યું હતું.

Back to top button