દેશના વિવિધ સ્થાનો પર અને વૈશ્વિક ધરોહર પર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ધરાવતા કુંભલગઢના પરિસરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ. જેમાં પિપલાંત્રીના ભૂતપૂર્વ સરપંચ અને પદ્મશ્રી સન્માનિત શ્યામ સુંદર પાલીવાલે 50 ફૂટ ઉંચો તિરંગો ફરકાવ્યો હતો. ખાસ વાત એ છેકે કુંભલગઢ દુનિયાની બીજી નંબરની સૌથી સુરક્ષિત મોટી દિવાલ તરીકે સ્થાન ધરાવે છે. જ્યાં આ રીતે સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે.
ખાસ વાત એ છેકે કુંભલગઢના આ સ્થાન પર હવે કાયમી ફરકતો રહેશે. જે સ્થાનની શોભા વધારશે. 50 ફૂટ ઊંચો ત્રિરંગો ફરકાવ્યો આવ્યો છે તે ત્રિરંગો યજ્ઞવેદી પરિસરમાં હંમેશ માટે લહેરાવવામાં આવશે. આ પ્રસંગે દેશના વીર જવાનોને યાદ કરવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકો ઉત્સાહભેર આ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.
આ દરમિયાન પ્રદેશ ધારાસભ્ય સુરેન્દ્રસિંહ રાઠોડ હેરિટેજ સોસાયટીના સેક્રેટરી કુબેરસિંહ સોલંકી, ભારતીય પુરાતત્વ વિભાગના સિદ્ધાર્થ વર્મા, શીશરામ પ્રજાપત ઉપરાંત અધિકારીઓ, સ્થાનિક રહેવાસીઓ તેમજ હાજર પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ એસડીએમ જયપાલ સિંહ પણ વિશેષ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : આગામી 25 વર્ષ માટે શું છે પ્લાન ? આવો જાણીએ PMની 10 મોટી વાતો