અમદાવાદગુજરાત

4-5 નવેમ્બરે નેચરોપેથી યોગ અને યોગ મહોત્સવ સેમિનારનું આયોજન

Text To Speech

ઇન્ટનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જીએમઇઆરએશ(GMERS) મેડીકલ કોલજ સોલા, અમદાવાદના સયુંકત ઉપક્રમે નેશનલ સેમિનાર ઈન, નેચરોપેથી યોગ અને યોગ મહોત્સવ તારીખ 4 અને 5 નવેમ્બરના દિવસે યોજાનારો છે. જેમાં ગુજરાતમાં પ્રથમ વાર મોડર્ન સાયન્સ(સોલા મેડિકલ કોલેજ) તેમજ ટ્રેડિશનલ સાયન્સ (આયુષ) નું મિશ્ર આયોજન કરવામાં આવ્યું છે.

  • સોલા મેડિકલ કોલેજ સાથે આયુષ મંત્રાલય ભારત સરકાર તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત સરકારને સાથે રાખી ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન દિલ્હી દ્વારા આયોજન થઈ રહ્યું છે.

જેમાં પ્રથમ વાર એલોપેથી આર્યુવેદિક નેચરોપેથી યોગ યુનાની હોમિયોપેથી દરેકના તજજ્ઞો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં ગુજરાત યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલ રાજપૂત દ્વારા વિશેષ રૂપે યોગ સંવાદ તેમજ યોગ શિબિરનું પણ આયોજન રહેશે. તે ઉપરાંત આયુષ મંત્રાલય તેમજ સોલા મેડિકલ કોલેજ અને પ્રાકૃતિક ચિકિત્સાના તજજ્ઞ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

કાર્યક્રમ માટે તારીખ 12 ઓક્ટોબરના રોજ જીએમઈ આરએસ સોલા મેડિકલ કોલેજમાં એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોલા મેડિકલ કોલેજ, ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન (ગુજરાત ટીમ) તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધિકારીઓ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ ઇન્ટરનેશનલ નેચરેથી ઓર્ગેનાઈઝેશન વચ્ચે એક એમઓયુ (MOU)પણ કરવામાં આવ્યો‌ છે .આ કાર્યક્રમને સફળ બનાવવા બધા સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છે.

આ કાર્યક્રમમાં કોણ-કોણ ભાગ લઈ શકશે ?

આ કાર્યક્રમમાં યોગ તજજ્ઞ, ડોક્ટર્સ, સાયકોલોજી નિષ્ણાત, ફિલોસોફર્સ, રમત ગમત કોચ, ન્યુટ્રીશન, ડાયટીશન, ફીઝીયોથેરાપીસ્ટ, પ્રાકૃતિક ચિકિત્સક તથા જેમણે યોગ અને નેચરોપેથીમાં રસ હોય તેવા તમામ વ્યક્તિ ભાગ લઈ શકશે.

આ પણ વાંચો: માઈક્રોન કંપનીએ સાણંદના સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે ભરતીનો પ્રથમ રાઉન્ડ શરૂ કર્યો

Back to top button