ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભક્તો માટે ખુશખબર: અયોધ્યા રામમંદિરમાં દર્શન અને આરતીનો સમય બદલાયો, શ્રદ્ધાળુઓને મળશે વધારે સમય

Text To Speech

અયોધ્યા, 5 ફેબ્રુઆરી 2025: અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખતા રામલલાના દર્શન અને આરતીના સમયમાં મહત્વના ફેરફાર કર્યા છે. હવે રામલલાના દર્શન સવારે 6.00 વાગ્યાથી લઈને રાતના 10.00 વાગ્યા સુધી કરી શકાશે. જેના કારણે વધારેમાં વધારે ભક્તોને તેનો લાભ મળશે.

આરતી અને દર્શનનો નવો સમય

સવારે 4.00 વાગ્યે મંગળા આરતી થશે અને આ દિવસની પહેલી આરતી હશે. મંગળા આરતી બાદ ભગવાનના પટ થોડા સમય માટે બંધ રહેશે. સવારે 6.00 વાગ્યે શ્રૃંગાર આરતી, આ આરતી સાથે જ રામલલાનું મંદિર સામાન્ય લોકો માટે ખોલી દેવામાં આવશે. બપોરે 12.00 વાગ્યે રાજભોગ, આ સમય ભગવાનને ભોગ લગાવવામાં આવશે, પણ આ દરમ્યાન પણ શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરી શકશે.

તો વળી સાંજના 7.00 વાગ્યે સંધ્યા આરતી,સંધ્યા આરતીના સમયે ભગવાનના પટ 15 મિનિટ માટે બંધ રહેશે. રાતના 10.00 વાગ્યે શયન આરતી. ત્યાર બાદ ભગવાનના પટ બંધ કરી દેવામાં આવશે.

દર્શનના સમયમાં કેટલો ફેરફાર કર્યો

અહીં ઉલ્લેખનિય છે કે, પહેલા સવારે 7.00 વાગ્યે ભક્તો માટે પટ ખોલવામાં આવતા હતા, પણ હવે આ સમય 6.00 વાગ્યાનો કરી દીધો છે. તો વળી પહેલા શયન આરતીનો સમય 9.30 વાગ્યાનો હતો, જેને હવે 10.00 વાગ્યાનો કરી દીધો છે. આ ફેરફાર સમય સવારમાં 1 કલાક 30 મિનિટ અને સાંજે 30 મિનિટ વધારે શ્રદ્ધાળુઓને સમય મળશે.

આ પણ વાંચો: મહાકુંભમાં આજે ડુબકી લગાવશે પીએમ મોદી, 11 વાગ્યે સંગમમાં સ્નાન કરશે, પ્રયાગરાજમાં પ્રોટોકોલ લાગૂ થયો

Back to top button