ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષગાંઠની 3 દિવસીય ઉજવણી આજથી શરુ, સીએમ યોગી પણ હાજર રહેશે

અયોધ્યા, 11. જાન્યુઆરી 2025: ભવ્ય મંદિરમાં વિરાજમાન રામલલાની પ્રથમ વર્ષગાંઠ પર શનિવારથી ત્રણ દિવસિય ઉત્સવ શરુ થવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામલલાનો મહાભિષેક કરી કાર્યક્રમનો શુભારંભ કરશે. ત્યાર બાદ પરિસરમાં આવેલ અંગદ ટીલાથી પહેલી વાર સાધુ સંતો અને સમારંભમાં સામેલ થનારાઓને સંબોધન પણ કરશે. કાર્યક્રમમાં બંને નાયબ મુખ્યમંત્રી પણ પહોંચે તેવી સંભાવના છે મુખ્યમંત્રી યોગી લગભગ પાંચ કલાક સુધી અયોધ્યામાં રહેશે. શ્રી રામ રાગ સેવાનું આયોજન અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રભુ શ્રી રામલલા સરકારની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ ભક્તિમય આયોજન ભગવાન શ્રી રામની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહિમાનો ઉત્સવ મનાવવા માટે સમર્પિત છે. જે દેશભરમાંથી આવેલા ખ્યાતનામ કલાકારો અને ભક્તોને એક સાથે જોડે છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ, પ્રભુ શ્રી રામલલાને સમર્પિત એક વિશેષ ગીત પ્રસ્તુત કરવામાં આવશે. આ ભક્તિ રચના યતીન્દ્ર મિશ્ર દ્વારા રચિત છે. તેમાં પ્રતિષ્ઠિત ગાયકો અનુરાધા પૌંડવાલ, હરિહરન, માલિની અવસ્થી, શંકર મહાદેવન અને સોનૂ નિગમની મધુર વાણી સાંભળવા મળશે. આ ગીત પવિત્ર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભની વર્ષગાંઠના અવસર પર 11 જાન્યુઆરી 2025ના રોજ પ્રતિષ્ઠા દ્વાદશીના શુભ અવસર પર ભવ્ય શ્રી રામ મંદિરમાં કરવામાં આવશે.

આ શુભ અવસર ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા સમારંભની વર્ષગાંઠને ચિન્હિત કરે છે. જે પ્રભુ શ્રી રામલલા સરકાર પ્રત્યે અદ્ભૂત શ્રદ્ધા અને મંદિરની કોટિ કોટિ શ્રીરામ ભક્તો માટે આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ભૂમિકા દર્શાવે છે. શ્રી રામ રાગ સેવામાં પ્રભુ શ્રી રામલલા સરકારની મહિનામાં ભજનો, રાગ અને કીર્તનની ભાવપૂર્ણ પ્રસ્તુતિ આપવામાં આવશે. જેનાથી વાતાવરણ દિવ્ય આનંદ અને ભક્તિથી ભરાઈ જશે. તેનો શુભારંભ ભારત રત્ન સ્વર્ગીય લતા મંગેશકર દ્વારા રેકોર્ડેડ તેમના અંતિમ કંપોઝિશન શ્રી રામ સ્તુત શ્લોકની આદર સ્વરુપ પ્રસ્તુતિથી થશે.

શનિવારથી શરુ થઈ રહેલા આ કાર્યક્રમને લઈને પોલીસ અને પ્રશાસનને સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રી યોગી સહિત અન્ય મંત્રીઓ ઉપરાંત કાર્યક્રમની ભવ્યતા જોતા રુટ ડાયવર્ઝન પણ કર્યા છે. એસએસપી રાજકરણ નૈય્યરે જણાવ્યું છે કે, મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ લગાવવામા આવી છે. મહિલા પોલીસ કર્મીની પણ તૈનાતી કરવામાં આવી છે. તો વળી પ્રવેશ દ્વારા પર સઘન ચેકીંગ કરવામાં આવશે.

આ પણ વાંચો: વર્ષ 2025નું પહેલું સૂર્યગ્રહણ ક્યારે? જાણો ટાઈમિંગ અને સૂતક કાળ સહિત જરૂરી વાતો

Back to top button