અયોધ્યા: પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં રાહુલ ગાંધી કરશે રામલલાના દર્શન?
- PM મોદીની પહેલાં રામલલાના દર્શન કરી શકે છે રાહુલ ગાંધી, મંદિરના પૂજારીએ આપી માહિતી.
અયોધ્યા: રામલલાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે પહેલા રાહુલ ગાંધી અયોધ્યાની મુલાકાત લઈ, દર્શન કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી રામલલાની પૂજા કરવા માંગે છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ સાથે કોંગ્રેસના અધિકારીઓની બેઠક થતા આ ચર્ચાએ જોર પકડયું છે.
રાહુલ ગાંધી અયોધ્યાની મુલાકાત અને રામલલાના દર્શન કરવાની વાતે અત્યારે જોર પકડ્યુ છે, કેમ કે વિજય મહાજન સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓએ શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારીને એક અઠવાડિયા પહેલા મળ્યા હતા. ત્યારે રામલલાના દર્શને રાહુલ ગાંધી આવવાની વાત થઈ ગતી. આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે, રાહુલ ગાંધી તારીખ નક્કી કર્યા બાદ અયોધ્યા રામલલાના દર્શને આવી શકે છે.
આ પણ વાંચો: રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા પહેલાં કાર્યરત થશે અયોધ્યા એરપોર્ટ
મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે શું કહ્યું?
તેણે કહ્યું કે ચાર-પાંચ લોકો આવ્યા હતા. અમે તેમના નામ જાણતા નથી. ભારત જોડો યાત્રાના સંયોજક વિજય મહાજને પૂછ્યું હતું કે રાહુલ ગાંધી રામલલાના દર્શન કરવા અયોધ્યા આવવા માગે છે. ત્યારે અમે તેમને કહ્યું કે રામલલાના દર્શન કરવા એ દરેક વ્યક્તિનો અધિકાર છે. તેણે સમય અને તારીખ વિશે કશું કહ્યું ન હતું. જેથી અત્યારે કંઈ કહી ન શકાય કે ક્યારે આવશે રાહુલ ગાંધી રામલલાના દર્શન કરવા. તેમણે એમ પણ કહ્યું કે અમે એમને તારીખ અને તીથી નક્કી કરીને કહેવાનું કહ્યું છે. હવે એ જ્યારે નક્કી કરીને કહેશે ત્યારે રાહુલ ગાંધીની અયોધ્યા આવવાની તારીખ નક્કી થશે.
આ પણ વાંંચો: મુકો લાપસીના આંધણ.. આવી ગઈ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ, જાણો ક્યારે થશે