અયોધ્યા: રામલલા પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં 21,000 પૂજારી કરશે ‘રામ નામ’ મહાયજ્ઞ
અયોધ્યા,12 જાન્યુઆરી : પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યામાં ભવ્ય ‘રામ નામ મહા યજ્ઞ‘ યોજાશે. યજ્ઞ દરમિયાન 1008 નર્મદેશ્વર શિવલિંગની સ્થાપના કરવામાં આવશે, જેનું સંચાલન નેપાળના 21,000 પૂજારીઓ કરશે. આ યજ્ઞ સરયૂ નદીના કિનારે ભવ્ય યજ્ઞ મંડપમાં રોજના 50,000 ભક્તોને સમાવવા માટે ટેન્ટ સિટી બનાવવામાં આવી છે. નેપાળી બાબા તરીકે ઓળખાતા આત્માનંદ દાસ મહાત્યાગીએ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ યજ્ઞ મકરસંક્રાંતિથી શરૂ કરીને 25 જાન્યુઆરી સુધી ચાલશે જેમાં રામાયણના 24,000 શ્લોકોનો જાપ કરાશે. સાથે જ, 1008 શિવલિંગનો પંચામૃતથી અભિષેક પણ કરવામાં આવશે અને 1100 યુગલો 100 યજ્ઞ કુંડમાં હવન કરશે.
શિવલિંગ માટેના પથ્થરો નર્મદા નદીમાંથી લાવવામાં આવ્યા છે. શિવલિંગ મૂકવા માટે 1008 ઝૂંપડીઓ પણ ઉભી કરવામાં આવી છે. મહાયજ્ઞમાં માટે ભવ્ય યજ્ઞ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં છતના 11 સ્તરો છે.
રામ મંદિરથી 2 કિમી દૂર સરયૂ નદીના રેતી ઘાટ પર 100 એકરમાં ટેન્ટ સિટી બનાવવામાં આવી છે. આ મહાયજ્ઞનું પ્રતિનિધિત્વ આત્માનંદ દાસ મહાત્યાગી ઉર્ફે નેપાળી બાબા કરશે, જે અયોધ્યાના વતની છે પરંતુ હાલ નેપાળમાં સ્થાયી થયા છે. આ મુદ્દે નેપાળી બાબાએ કહ્યું કે, “હું આ યજ્ઞ દર વર્ષે મકરસંક્રાંતિના અવસર પર કરું છું, પરંતુ આ વર્ષે અમે રામ મંદિરના અભિષેક સમારોહને ધ્યાનમાં રાખીને તેને વધારી દીધો છે,” આ યજ્ઞમાં દરરોજ 50,000 ભક્તોને સમાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને દરરોજ લગભગ 1 લાખ ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે. મહાયજ્ઞ પૂર્ણ થયા બાદ સરયૂ નદીમાં 1008 શિવલિંગનું વિસર્જન કરવામાં આવશે.
View this post on Instagram
‘હવન’ માં17 થી 25 જાન્યુઆરી સુધી 24 હજાર શ્લોકના મંત્રોચ્ચાર
મહાયજ્ઞ દરમિયાન આ ‘હવન’ 17 જાન્યુઆરીથી રામાયણના 24,000 શ્લોકોના જાપ સાથે શરૂ થશે, જે 25 જાન્યુઆરી સુધી ચાલશે, દરરોજ પંચામૃત સાથે 1008 શિવલિંગનો અભિષેક કરવામાં આવશે અને 1,100 યુગલો યજ્ઞશાળામાં બનેલા 100 યજ્ઞ કુંડમાં રામ મંત્રોના પાઠ સાથે હવન કરશે. તેમજ, શિવલિંગની કોતરણી માટે મધ્યપ્રદેશની નર્મદા નદીમાંથી પથ્થરો લાવવામાં આવ્યા છે. કોતરકામનું કાર્ય 14 જાન્યુઆરી પહેલા પૂર્ણ થઈ જશે.
આ પણ વાંચો : રામાનંદ સંપ્રદાય શું છે અને તે અન્ય સંપ્રદાયોથી કેવી રીતે અલગ છે?