શોએબ મલિક સાથેના અફેર પર પાકિસ્તાની અભિનેત્રી આયશાએ કહ્યું બન્નેના છૂટાછેડા માટે..


આયેશા ઉમર પાકિસ્તાની સિનેમાની એક એવી અભિનેત્રી છે, જેને કોઈ પરિચયની જરૂર નથી. પરંતુ તે ભારતમાં ત્યારે પ્રખ્યાત થઈ જ્યારે તેનું નામ સાનિયા મિર્ઝાના પતિ અને ક્રિકેટર શોએબ મલિક સાથે જોડાયું. શોએબ મલિક સાથે આયેશા ઉમરની રોમેન્ટિક તસવીરો સામે આવ્યા બાદ અભિનેત્રી ઘણીને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. હવે આયેશાએ શોએબ અને તેની રોમેન્ટિક તસવીરો વિશે વાત કરી છે.

શું છે આયેશા અને શોએબની તસવીરોનું સત્ય?
વાસ્તવમાં, ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. સાનિયા અને શોએબના છૂટાછેડાના સમાચાર વચ્ચે આયેશાની શોએબ સાથેની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ ગઈ હતી. આયેશા અને શોએબની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોઈને બધા દંગ રહી ગયા હતા. લોકોએ દાવો કર્યો હતો કે આયેશા અને શોએબની નિકટતાને કારણે સાનિયા અને શોએબનું સુસ્થાપિત ઘર તુટી જવાના આરે છે. જેના કારણે લોકો આયેશા પર ગુસ્સે થયા. જે બાદ લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે.
હવે આયેશાએ શોએબ મલિક સાથેના તેના રોમેન્ટિક ફોટોશૂટ વિશે વાત કરી છે. લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં આયેશાએ જણાવ્યું કે સાનિયા અને શોએબના છૂટાછેડા માટે જવાબદાર તેની અને શોએબની તસ્વીરોને માનવામાં આવે છે. આયેશાએ કહ્યું કે શોએબ મલિક સાથે તેનું ફોટોશૂટ એક વર્ષ પહેલા થયું હતું, પરંતુ વિવાદને કારણે મીડિયાએ તેના ફોટાનો ખોટી રીતે યુઝ કર્યો છે.

આ પણ વાંચો; સાનિયા-શોએબ થયા અલગ ! ભારે હૃદયથી સાનિયાએ કરી આ પોસ્ટ
રિલેશનશિપ પર આયેશાએ શું કહ્યું?
વાસ્તવમાં, ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. જો કોઈનું અફેર ચાલી રહ્યું હોય તો તે લોકો આ પ્રકારના ફોટોશૂટને ઓનલાઈન પોસ્ટ નહીં કરે. આયેશા અને શોએબની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોઈને બધા દંગ રહી ગયા હતા. લોકોએ દાવો કર્યો હતો કે આયેશા અને શોએબની નિકટતાને કારણે સાનિયા અને શોએબનું સુસ્થાપિત ઘર તુટી જવાના આરે છે.