ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

ઉત્તેજક વીડિયો દ્વારા ફોલોઅર વધારવાના ચક્કરમાં આયેશા ખાન થઈ ભારે ટ્રોલ

Text To Speech
  • આયેશા ખાને સોશિયલ મીડિયા પર બધી હદો હટાવી, વીડિયો જોઈને યૂઝર્સ થયાં ગુસ્સે

HD ન્યૂઝ ડેસ્ક, 23 ફેબ્રુઆરી: આયેશા ખાન સલમાન ખાનના લોકપ્રિય શો બિગ બોસ 17ની ફેમસ સ્પર્ધકોમાંથી એક છે. વાઇલ્ડ કાર્ટ એન્ટ્રી હોવા છતાં, આયેશાએ બિગ બોસના ઘરમાં ચર્ચાનો વિષય રહી હતી. શો છોડ્યા બાદ આયેશાને એક નવી ઓળખ મળી છે. આ દરમિયાન, આયેશા ખાન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક લેટેસ્ટ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તે તમામ હદો પાર કરતી જોવા મળી રહી છે. હાલ સ્થિતિ એવી છે કે, આ વીડિયોને લઈને આયેશા ખાનને ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Ayesha Khan (@ayeshaakhan_official)

આયેશા ખાનની આ સ્ટાઈલ ફેન્સને બિલકુલ પસંદ આવી નથી

બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકીની એક્સ ગર્લફ્રેન્ડ તરીકે આયેશા ખાનનું નામ ચર્ચાનો વિષય રહ્યું હતું. પરંતુ સલમાનના શોમાંથી બહાર થયા બાદ આયેશા બધાની ફેવરિટ બની ગઈ છે. આ દરમિયાન તેણે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં આયેશા ખાન બોલ્ડનેસનો નવો દાખલો બેસાડતી જોવા મળી રહી છે. સલવાર સૂટ અને સાડીમાં સિમ્પલ દેખાતી આયેશા ખાન તેના હોટ લુકથી તબાહી મચાવતી જોવા મળે છે. પરંતુ તેના ફેન્સને તેની આ સ્ટાઈલ બિલકુલ પસંદ આવી નથી અને હવે તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે.

આયેશા ખાનના લેટેસ્ટ વીડિયો પર નિશાન સાધતા એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું- ફોલોઅર્સ વધારવાની આ રીત થોડી “કેઝ્યુઅલ”(casual) છે. અન્ય યુઝરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું, “આ વીડિયોને તરત જ ડિલીટ કરો.” તો બીજા યુઝર્સે આયશા ખાનને અનફોલો કરવાની ધમકી પણ આપી છે.

ખતરોં કે ખિલાડી 14માં આયેશા જોવા મળે તેવી શક્યતા

આયેશા ખાન આવનારા સમયમાં એક રિયાલિટી ટીવી શોમાં જોવા મળી શકે છે. બિગ બોસ 17 પછી, આયેશાનું નામ ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી 14 માટે ઘણી ચર્ચા બનાવી રહ્યું છે. તાજેતરમાં, આ શો વિશે, તેણે એમ પણ કહ્યું હતું કે જો તેને તક મળશે, તો તે ચોક્કસપણે તેમાં જશે.

આ પણ જુઓ: રકુલ-જેકીના ડ્રીમ વેડિંગનો વીડિયો વાયરલઃ જુઓ હલ્દી, મહેંદી અને સંગીત

Back to top button