Axis Bankએ ખરીદ્યો Citi Bank નો રિટેલ બિઝનેસ, ગ્રાહકો માટે બદલાશે આ નિયમો
Axis Bank એ 1902 થી કાર્યરત કોલકાતા સ્થિત સિટીગ્રુપનો બેન્કિંગ રિટેલ બિઝનેસ હસ્તગત કર્યો છે. Axis Bank આજથી Citi Bankના રિટેલ બિઝનેસમાં જોડાઈ ગઈ છે. જેથી હવે ગ્રાહકો માટે ઘણા બધા નિમોમા ફેરફાર કરવામાં આવ્યો છે.
Citi Bankનો રિટેલ બિઝનેસ Axis Bank હસ્તગત
વર્ષ 2021 માં, સિટીગ્રુપ દ્વારા ભારત સહિત 13 દેશોમાં રિટેલ બેંકિંગ ઓપરેશન બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત ભારતમાં બેંકનો કારોબાર એક્સિસ બેંકને સોંપવાનો નર્ણય કરવામાં આવ્યો હતો.. જે મુજબ આજથી 1 માર્ચથી સિટીબેંકના રિટેલ ગ્રાહક એક્સિસ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. દેશની એક જૂની બેંકે તેનો રિટેલ બેંકિંગ બિઝનેસ ભારતમાં વેચી દીધો છે. જેથી આ બેંકના ગ્રાહકો માટે આજથી એટલે કે 1 માર્ચ, 2023થી ફેરફારો જોવા મળશે. તેમજ આ સાથે આ બિઝનેસ સાથે જોડાયેલા તમામ ગ્રાહકો અને કર્મચારીઓ પણ એક્સિસ બેંકનો હિસ્સો બની જશે.
આટલામાં કરોડમાં ખરિદ્યો બિઝનસ
ખાનગી ક્ષેત્રની એક્સિસ બેન્કે આજે જાહેરાત કરી હતી કે એક્સિસ બેન્કે સિટીગ્રુપના ભારતીય યુઝર્સ બિઝનેસને રૂ. 11,603 કરોડમાં ખરીદી લીધો છે. ત્યારે જો તમારું પણ આ બેંકમાં ખાતું છે, તો હવે તમારે કેટલાક ફેરફારોનો સામનો કરવો પડી શકે છે. જો તમારું Citibank માં ખાતું છે, તો હવે તમારે એક્સિસ બેન્ક સાથે તમામ વ્યવહારો કરવા પડશે. તેની સાથે એક્સિસ બેંકની સુવિધાઓ પણ લેવી પડશે. ભારતમાં સિટી બેંક ટૂંક સમયમાં જ તમામ યુઝર્સના બિઝનેસને એક્સિસ બેંકમાં ટ્રાન્સફર કરશે.
ગ્રાહકો માટે આ ફેરફાર થશે
તમારો બેંક એકાઉન્ટ નંબર, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ નંબર, ચેકબુક અને IFSC એ જ રહેશે.
Citi મોબાઇલ એપ અથવા Citibank ઓનલાઇન ચાલુ રહેશે.
સિટી ઈન્ડિયા દ્વારા વીમા પૉલિસી લેનારા લોકોને સમાન સુવિધાઓ આપવામાં આવશે, પરંતુ આ સુવિધાઓ એક્સિસ આપશે.
સિટી બેંક સિવાય, તમે એક્સિસ બેંક અથવા એટીએમમાંથી પૈસા ઉપાડી શકશો. ATM ઉપાડ મર્યાદા વધારવામાં આવશે.
વ્યાજ દર એ જ રહેશે, જે સિટી બેંકમાં આપવામાં આવ્યો હતો.
મ્યુચ્યુઅલ ફંડ, પીએમએસ અથવા એઆઈએફમાં તમારું રોકાણ એક્સિસ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
હોમ લોન કે અન્ય લોનમાં કોઈ ફેરફાર થશે નહીં.
તેમજ આ બેન્કોએ જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે મર્જર પ્રક્રિયા દરમિયાન ગ્રાહકોને કોઈ તકલીફ નહીં પડે અને Citibank ના ગ્રાહકોને ફરી કેવાયસી કરાવવાનું રહેશે.
આ પણ વાંચો : મોંઘવારીનો વધુ એક ઝટકો, અમુલે ફરી એક વાર ઘીના ભાવમાં કર્યો ભારે વધારો