અક્ષર પટેલ ટૂંક સમયમાં લગ્ન કરશે, ન્યૂઝીલેન્ડ સિરીઝ પહેલા BCCIમાંથી લીધી રજા


કેએલ રાહુલની સાથે, ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે પણ આ મહિને ન્યુઝીલેન્ડ સામે રમાનારી હોમ વનડે અને T20 સિરીઝમાંથી BCCIમાંથી રજા લીધી છે. અક્ષર પટેલ તેની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કરશે. અહેવાલો અનુસાર, અક્ષર પટેલ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં લગ્ન કરશે.

ન્યૂઝીલેન્ડ સામેની T20 અને ODI સિરીઝ માટે ટીમની જાહેરાત કરતી વખતે BCCI દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેએલ રાહુલ અને અક્ષર પટેલ પારિવારિક પ્રતિબદ્ધતાઓને કારણે પસંદગી માટે ઉપલબ્ધ નથી.
અક્ષર અને મેહા પટેલ એકબીજાને કરી રહ્યા છે ડેટ
અક્ષર પટેલ અને મેહા પટેલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ગયા વર્ષે 20 જાન્યુઆરી 2022ના રોજ બંનેની સગાઈ થઈ હતી. હવે બંને લગ્ન માટે તૈયાર છે. જો કે બંનેના લગ્નની તારીખ હજુ સુધી કન્ફર્મ કરવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે અક્ષર પટલેએ લગ્નના કારણે જ BCCIની રજા માટે અરજી કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે હોમ સિરીઝ રમશે ત્યારે અક્ષર પટેલ ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કરશે.

કોણ છે મેહા પટેલ
મેહા પટેલ ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. મેહા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ દેખાય છે. તે અવાર-નવાર પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. આ સિવાય તેણે અક્ષર પટલે સાથે ઘણી તસવીરો પણ શેર કરી છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 21 હજારથી વધુ લોકો ફોલો કરે છે.
ઉલ્લેખનીય છે કે, ગર્લફ્રેન્ડ મેહા પટેલના હાથ પર અક્ષર પટેલના નામનું ટેટૂ પણ છે. અક્ષર પટેલે મેહાને તેના 28માં જન્મદિવસ દરમિયાન પ્રપોઝ કર્યું હતું. આ દરમિયાન બંનેએ એકબીજાને પોતપોતાના નામની વીંટી પહેરાવીને સગાઈ કરી લીધી.