અદ્ભુત! નાસાએ ગુરુ ગ્રહ પર આવતા વાવાઝોડાની મનમોહક તસવીરો શેર કરી
- NASA અવાર-નવાર ગ્રહો, આકાશગંગાઓ અને બ્રહ્માંડના સૌથી દૂરના વિસ્તારોની મનોહર તસવીરો લાવે છે
HD ન્યૂઝ ડેસ્ક, 22 એપ્રિલ: અમેરિકન સ્પેસ એજન્સી એવી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(NASA)એ ગુરુ પર આવી રહેલા વાવાઝોડાની તસવીરો શેર કરી છે. આ તસવીરો જોયા બાદ લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે અને આ તસવીરોને અદ્ભુત કહી રહ્યા છે. નાસા આપણને બ્રહ્માંડમાં એક આકર્ષક પ્રવાસ પર લઈ જાય છે. NASA આપણા માટે દરરોજ ગ્રહો, આકાશગંગાઓ અને બ્રહ્માંડના સૌથી દૂરના વિસ્તારોની મનોહર તસવીરો લાવે છે. આ ઝલક બ્રહ્માંડ વિશેની આપણી જિજ્ઞાસાને વધારે છે અને આપણી બહારની દુનિયાની ઘણી અજાયબીઓને ઉજાગર કરે છે. સ્પેસ એજન્સી નાસાએ હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ગુરુ ગ્રહના તોફાની હવામાનની અદભૂત તસવીરો શેર કરી છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
View this post on Instagram
ગુરુના ફોટા સાથે, નાસાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, “ગુરુ પરના તોફાનો – સૂર્યથી પાંચમો ગ્રહ – અમારા #JunoMission દ્વારા કેપ્ચર કરાયેલી આ તસવીરમાં મંથન અને ચક્કર. ગ્રહ પર કોઈ નક્કર સપાટી ન હોવાથી, ત્યાં આવનારા વાવાઝોડા વર્ષો સુધી ટકી શકે છે, 400 માઈલ પ્રતિ કલાક (643 કિલોમીટર પ્રતિ કલાક)થી વધુની ઝડપે આવતો પવન દાયકાઓ અથવા તો સદીઓ સુધી રહી શકે છે.”
કેવી રીતે ગુરુ ગ્રહ પર તોફાન આવે છે?
નાસાએ ઉમેર્યું કે, “Junoએ ગુરુના આઇકોનિક બેન્ડેડ જેટ સ્ટ્રીમમાં આ વાવાઝોડાની તસવીરને કેદ કરી હતી કારણ કે તે ગેસના વિશાળ વાદળો ઉપરથી 8,000 માઇલ (13,000 કિમી) ઉડાન ભરી રહ્યું હતું. આ તોફાની જેટ પ્રવાહોમાં એમોનિયા અને પાણી હોય છે. તેઓ ગ્રહના વાતાવરણમાં પસાર થાય છે, જે મોટાભાગે હાઇડ્રોજન અને હિલીયમ ગેસથી ભરેલા હોય છે.” NASA દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો ગુરુના વાતાવરણમાં વાદળી, સફેદ અને રાખોડી વાદળો તેમજ તોફાનો દેખાડે છે.
લોકોએ કેવી કેવી પ્રતિક્રિયા આપી?
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ તસવીરને ત્રણ લાખ લાઈક્સ મળી છે અને લોકો તેના પર વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “મને આ વેન ગોગની પેઇન્ટિંગ જેવું લાગે છે.” અન્ય યુઝરે લખ્યું કે, “કાગળ પર એક્રેલિક.” તો ત્રીજા યુઝરે લખ્યું કે, “ગુરુની તસવીરો ખૂબ જ સુંદર અને રસપ્રદ છે.“
View this post on Instagram
અગાઉ, નાસાએ તેના અવકાશયાન Juno દ્વારા લેવામાં આવેલો ગુરુ પરના ગ્રેટ રેડ સ્પોટનો એક આકર્ષક ફોટો શેર કર્યો હતો. આ ફોટો જુનો દ્વારા લગભગ 13,917 કિમી દૂરથી લેવામાં આવ્યો હતો, જે વિશાળ ગ્રહની શોધ કરી રહ્યો છે. ધ ગ્રેટ રેડ સ્પોટ એ વાવાઝોડું છે, જે પૃથ્વી કરતા બમણું છે અને 350 વર્ષથી અસ્તિત્વમાં છે.
આ પણ જુઓ: શું ખગોળશાસ્ત્રીઓએ અંતરીક્ષમાં સૌથી મોટો બ્લેક હોલ શોધી કાઢ્યો? જાણો તેના વિશે