ફિલ્મોના કારણે પરિવાર અને બાળકોથી દૂર થયો, આમિર ખાન રડી પડ્યો
- આમિર ખાન રિયા ચક્રવર્તીના પોડકાસ્ટ ચેપ્ટર-2માં જોવા મળ્યો હતો. અહીં તેણે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વાતો શેર કરી હતી. હવે અભિનેતાને પોતાના પરિવાર, માતા અને બાળકોને સમય ન આપી શકવાનું દુઃખ છે
HD ન્યુઝ ડેસ્ક: બોલિવૂડનો મિસ્ટર પરફેક્ટનિસ્ટ સુપરસ્ટાર આમિર ખાન પોતાની શ્રેષ્ઠ ફિલ્મ માટે જાણીતો છે. તે હંમેશા પોતાની ફિલ્મોમાં એટલું પરફેક્ટલી કામ કરે છે કે તેના કારણે તે લાંબા સમય સુધી પરિવાર, બાળકો અને પર્સનલ લાઈફથી દૂર રહ્યો. હવે અભિનેતાને પોતાના પરિવાર, માતા અને બાળકોને સમય ન આપી શકવાનું દુઃખ છે.
રિયા ચક્રવર્તીના પોડકાસ્ટમાં આમિર રડ્યો
તાજેતરમાં આમિર ખાન રિયા ચક્રવર્તીના પોડકાસ્ટ ચેપ્ટર-2માં જોવા મળ્યો હતો. અહીં તેણે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વાતો શેર કરી હતી. આયરા અને જુનેદના બાળપણમાં તે સાથે ન હતો એમ પણ તેણે કહ્યું હતું. રિયા ચક્રવર્તી સાથે પોતાના બાળકો વિશે વાત કરતી વખતે આમિર ખાન ઈમોશનલ થઈ ગયો અને તેની આંખમાં આંસુ આવી ગયા હતા.
બાળકોને સમય ન આપી શક્યો
આમિરખાને વાતચીતમાં કહ્યું કે મને મારી ફિલ્મોમાં કામ કરનારા લોકો વિશે બધું જ ખબર હતી, પરંતુ મારા બાળકો, તેમની ઈચ્છાઓ, તેમની જરૂરિયાતો, તેમના ડર, મુશ્કેલીઓ અંગે જાણકારી ન હતી. આમિરે કહ્યું, જ્યારે મને તેનો અહેસાસ તો મને ખૂબ જ ખરાબ લાગ્યું. હું તૂટી ગયો હતો. આ ખૂબ મુશ્કેલ હતું. જ્યારે મને કોઈએ આ અંગે ફરિયાદ કરી ન હતી. મને જાતે જ તેનો અહેસાસ થયો. જે સમય વીતી ગયો તે પાછો નહીં આવે. આયરા અને જુનેદનું બાળપણ હવે કદી પાછું નહીં આવે.
View this post on Instagram
આમિરે લાઈફના ટર્નિંગ પોઈન્ટ પર કરી વાત
તેણે આગળ કહ્યું કે હું છેલ્લી 30 વર્ષની કરિયરમાં જે સમય મારી અમ્મી સાથે વીતાવી શકતો હતો તે હવે પાછો નહિ આવે. ફેમિલીએ મને કદી આની ફરિયાદ ન કરી. મારી પર કોઈ દબાણ પણ નાંખ્યું ન હતું. તેમને લાગતું હતું કે હું મારા કામમાં ખોવાયેલો છું. જોકે જ્યારે મને તેનો અહેસાસ થયો ત્યારે મારી જિંદગી અને વિચારો બદલાઈ ગયા. આ મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હતો.
આમિરે આગળ કહ્યું કે ત્યાર બાદ મેં મારા વિચારો બદલ્યા. મેં એક નિર્ણય લીધો કે જે કામે મને મારા પરિવારથી દૂર રાખ્યો. તે કામ હું છોડી દઈશ. મેં વિચારી લીધું હતું કે હું હવે ફિલ્મોમાં એક્ટિંગ, ડિરેક્શન કે ફિલ્મો પ્રોડ્યુસ પણ નહીં કરું. એ સમયે હું લાલ સિંહ ચડ્ઢાનું શૂટિંગ કરી રહ્યો હતો અને મને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાનું મન થયું હતું.
આ પણ વાંચોઃ શ્રદ્ધા કપૂરના સ્ટારડમને અલગ લેવલ પર લઈ ગઈ ‘સ્ત્રી 2’, હવે આ ફિલ્મોમાં મચાવશે ધૂમ