મનોરંજન સાથે જાગૃતિઃ દિલ્હી પોલીસ મીમ યુઝર્સને આપી રહી છે મક્કમ ટક્કર
- દિલ્હી પોલીસ ટ્રેન્ડિંગ વીડિયો-પોસ્ટર્સ દ્વારા મીમ્સ બનાવી લોકોને જાગૃત કરવા માટે આપી રહી છે મેસેજ
- લોકોમાં જાગૃતિ લાવનારા દિલ્હી પોલીસના મીમ્સ સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે વાયરલ
નવી દિલ્હી, 2 જાન્યુઆરી : લોકો તેમનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર મીમ્સ વાંચવામાં અને જોવામાં વિતાવે છે. દિલ્હી પોલીસ પણ હવે સમજી ગઈ કે જો લોકોને જાગૃત કરવા છે તો તેમણે પણ આ માધ્યમ અપનાવવું પડશે. આ પછી દિલ્હી પોલીસ સમયાંતરે ટ્રેન્ડિંગ વીડિયો અને પોસ્ટર્સ દ્વારા મીમ્સ બનાવે છે અને લોકોને જાગૃત કરવા માટે તેમાં મેસેજ આપે છે. હવે દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પર વધુ એક પોસ્ટ શેર કરી છે જે વાયરલ થઈ રહી છે. જેમાં દિલ્હી પોલીસે લોકોને રસ્તા પર કાર અને બાઇકની ઝડપ વિશે જાગૃત કરવા માટે મીમ્સની મદદ લીધી છે. લોકો પણ આ પદ્ધતિને ખૂબ પસંદ કરી રહ્યા છે.
દિલ્હી પોલીસના લોકોમાં જાગૃતિ લાવનારા મીમ્સ સોશિયલ મીડિયામાં વાયરલ
View this post on Instagram
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને દિલ્હી પોલીસે લોકોને ગાડી ધીમી ગતિએ ચલાવવા માટે જાગૃત કર્યા છે. પોસ્ટમાં બે અલગ-અલગ ચિત્રો દેખાડવામાં આવ્યા છે. પ્રથમ તસવીરમાં એક ફોટો છે જેના પર કોઈનો ચહેરો દેખાતો નથી, તેને મૃત બતાવવામાં આવ્યો છે. બીજી તસવીરમાં કાર અને ઘડિયાળનો ફોટો એકસાથે મૂકવામાં આવ્યો છે. તેની નીચે લખેલું છે કે, ‘લેટ એટલે મૃત થવા કરતાં 10 મિનિટ લેટ એટલે મોડું થવું સારું છે.’ પોસ્ટની સાથેના કેપ્શનમાં દિલ્હી પોલીસે લખ્યું છે, “વહેલા પહોંચવા માટે, તમારા નામની આગળ લેટ(મૃત) ન લગાવો! યાદ રાખો, દુર્ઘટના સે ડેર ભલી.”
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ મીમ પોસ્ટ વિશે લોકોએ શું કહ્યું ?
અત્યાર સુધી 7 હજારથી વધુ લોકોએ પોસ્ટને લાઈક કરી છે. પોસ્ટ જોયા બાદ એક યુઝરે લખ્યું કે, દિલ્હી પોલીસએ મારું ફેવરિટ મીમ પેજ છે. અન્ય એક યુઝરે લખ્યું કે, “દિલ્હી પોલીસ ક્યારેય નિરાશ કરતી નથી.” વધુ એક યુઝરે લખ્યું કે, “આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.” તો બીજા યુઝરે લખ્યું કે, “શું ઉદાહરણ છે, savage દિલ્હી પોલીસ.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ જુઓ : રામલલાના દર્શન માટે કેટલી સીડી ચઢવી પડશે? નહીં હોય માતા સીતાની મૂર્તિ