ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચંદ્રની વિશે માહિતી મળવાનો જાગ્યો આશાવાદ, જાપાનનું ચંદ્રયાન સ્લિમ થયું ફરી જીવંત

Text To Speech

જાપાન, 30 જાન્યુઆરી : જાપાનના મુન લેન્ડર સ્લિમે(SLIM – સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન) 20 જાન્યુઆરી, 2024 ના ચંદ્ર પર અત્યાર સુધીનું સૌથી ચોક્કસ સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. તેને ચંદ્ર પર વિશ્વનું સૌથી સચોટ પિન પોઈન્ટ સોફ્ટ લેન્ડિંગ કહેવામાં આવ્યું હતું. ચંદ્ર પર જાપાનનું સ્લિમ મૂન લેન્ડર હવે કામ કરવા લાગ્યું છે. તેનું લેન્ડિંગ યોગ્ય હતું. પરંતુ સોલાર પેનલ સૂર્યપ્રકાશની દિશામાં ન રહેતા. તે ઊર્જા મેળવી શકતું ન હતું. હવે જ્યારે સૂર્યપ્રકાશની દિશા બદલાય છે, ત્યારે લેન્ડર ચાર્જ થતાં તેની સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. અને SLIM અવકાશયાને કામ કરવાનું પણ ચાલુ કરી દીધું છે. આ માહિતી જાપાની સ્પેસ એજન્સી JAXA દ્વારા આપવામાં આવી છે.

જાણો જાપાનની સ્પેસ એજન્સીએ શું કહ્યું?

જાપાનની સ્પેસ એજન્સી JAXA ના પ્રવક્તાએ જણાવ્યું કે ચંદ્રયાન કેવી રીતે જીવંત થયું, અવકાશયાને તેની સોલાર પેનલના ખોટા ઓરિએન્ટેશનને કારણે પાવર ગુમાવી દીધો હતો, પરંતુ હવે પાવર પુનઃસ્થાપિત કર્યો છે.

20 જાન્યુઆરીએ ચંદ્રયાનનું લેન્ડિંગ

જાપાની ચંદ્રયાનનું લેન્ડિંગ 20 જાન્યુઆરીએ થયું હતું. 9 દિવસ પછી જાપાને આ સંપર્ક પુનઃસ્થાપિત કર્યો છે. તેમજ, ચંદ્રયાને ફંક્શન કરવાનું પણ ચાલુ કરી દીધું છે. જાપાનના આ મૂન લેન્ડરે ચંદ્ર પર તેના લક્ષિત લેન્ડિંગ સાઇટથી 55 મીટર દૂર ચંદ્ર વિષુવવૃત્તની નજીકના ખાડામાં પિન પોઈન્ટ લેન્ડિંગમાં સફળતા હાંસલ કરી છે. આ એક એવી ટેક્નોલોજી છે જે ચંદ્ર ધ્રુવોના ભવિષ્યના સંશોધન માટે સારી સંભાવના ધરાવે છે.

આ ચંદ્રયાન મિશન ત્રણ વાર સ્થગિત કરાયું

જ્યારે ભારતના ચંદ્રયાન 3 એ ચંદ્રના દક્ષિણ ભાગ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને વિશ્વને ભારતની કાબેલિયત બતાવી હતી. ત્યારે, જાપાને તેના ચંદ્રયાનનું લેન્ડિંગ એક કે બે વાર નહીં પરંતુ ત્રણ વખત મોકૂફ રાખ્યું હતું. હવામાન સંબંધિત વિઘ્નને કારણે જાપાને તેનું ચંદ્રયાન મિશન ત્રણ વખત મુલતવી રાખ્યું હતું.

આ પણ વાંચો : ઈલોન મસ્કની ન્યુરાલિંકે લગાવી માનવ મગજમાં ચિપ

Back to top button