ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ખાલિસ્તાન લિબરેશન ફોર્સ નામના સંગઠનના ચીફ અવતાર સિંહ ખાંડાનુ થયું મોત

Text To Speech

તાજેતરમાં અમેરિકા બ્રિટન સહિતના દેશોમાં ખાલિસ્તાનઓ દ્વારા ભારતના ત્રિરંગાનું અપમાન કરવાનો બનાવ સામે આવ્યો હતો. તેને લઈને ભારતના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈને ભારત સરકારે પણ પ્રતિક્રિયા આપીને નારાજગી જાહેર કરી હતી. હવે આ જ બાબતને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે. બ્રિટનમાં રહેતા ખાલિસ્તાન લિબરેશન ફોર્સ નામના સંગઠનના ચીફ અવતાર સિંહ ખાંડાનુ મોત થયુ છે. પહેલા એવી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે તેને ઝેર આપવામાં આવ્યુ છે પણ બ્રિટનના મેડિકલ રિપોર્ટમાં તેને બ્લડ કેન્સર હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભારતની જાસૂસી સંસ્થાઓએ તેના મોતની વાતને સમર્થન આપ્યુ છે. અવતારસિંહ બ્રિટનમાં ભારતના હાઈ કમિશન પર હુમલો કરવા પાછળ જવાબદાર હતો.

શરીરમાંથી ઝેર પણ મળી આવ્યુ

સૂત્રોનુ કહેવુ છે કે, તે બ્રિટનના બર્હિંગહામ શહેરની એક હોસ્પિટલમાં દાખલ હતો અને તેના શરીરમાંથી ઝેર પણ મળી આવ્યુ છે. અવતારસિંહ માટે કહેવાય છે કે, તેણે જ જેલમાં બંધ ખાલિસ્તાની અમૃતપાલસિંહને તૈયાર કર્યો હતો અને તેને ભારતમાં વારિસ પંજાબ-દે સંગઠનના નેતા તરીકે મોકલ્યો હતો. જેણે પંજાબમાં બાદમાં કોહરામ મચાવ્યો હતો.

અવતાર સિંહ તિરંગો ઉતારવાના ગુનામાં પકડાયો હતો

અવતાર સિંહને પોલીસે ભારતના હાઈ કમિશન પરથી તિરંગો ઉતારવાના ગુનામાં પકડ્યો હતો. ખાંડાએ યુવાઓને બોમ્બ બનાવવાની અને તેનો ઉપયોગ કરવાની પણ ટ્રેનિંગ આપી હતી. NIAનું કહેવુ હતુ કે, ભારત વિરોધી દેખાવો ભડકાવવાનો માસ્ટર માઈન્ડ અવતારસિંહ જ હતો. 2007માં તે બ્રિટનમાં ભણવા માટે ગયો હતો અને ત્યાં શરણાર્થી તરીકે રહેવા માંડ્યો હતો. અવતારસિંહ ખાંડા બબ્બર ખાલસા સંગઠન માટે પણ કામ કરતો હતો. જેને દુનિયામાં બેન કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: દિલ્હીના કોચિંગ સેન્ટરમાં આગ, વિદ્યાર્થીઓ બિલ્ડિંગમાંથી વાયર પકડીને નીચે ઊતર્યા!

 

Back to top button