ફેટી લિવરને લઈને આ પાંચ ગેરમાન્યતાઓથી બચો, હેલ્ધી રહેવામાં મળશે મદદ
- ફેટી લિવરને લઈને લોકોમાં અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. ફેટી લિવર અનેક રોગોનું કારણ બની શકે છે. તમે સમયસરની સારવારથી તેમાંથી બચી શકો છો
HD ન્યુઝ ડેસ્કઃ ફેટી લિવરની સમસ્યા આજકાલ સામાન્ય બની રહી છે. તેના માટે માત્ર આલ્કોહોલ જ જવાબદાર નથી, પરંતુ અન્ય ઘણા કારણો છે જે લીવરને ફેટી બનાવે છે. ઘણીવાર લોકો એવું કહેતા સાંભળવા મળે છે કે ફેટી લિવરની બીમારી મટાડી શકાતી નથી, પરંતુ એવું નથી. આ એક મિથ છે. ફેટી લિવર એક એવી સમસ્યા છે, જે અનેક રોગોનું કારણ બને છે. આવી સ્થિતિમાં લિવરમાં જમા થયેલી ચરબીને ઓછી કરી શકાય છે. ફેટી લિવરને લઈને આ પાંચ ગેરમાન્યતાઓ જાણો
માત્ર મેદસ્વી લોકોને જ થાય છે ફેટી લિવર
આ એક ગેરમાન્યતા છે કે માત્ર મેદસ્વી અથવા વધુ વજનવાળા લોકોને જ ફેટી લિવરની સમસ્યા થાય છે. પાતળા લોકોને પણ ખાવાની ખરાબ આદતોના કારણે લિવરમાં ચરબી જમા થવાની સમસ્યા થઈ શકે છે.
ફેટી લિવર માત્ર દારૂ પીવાથી થાય છે
આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ વિશે તો દરેક જાણે છે, પરંતુ વર્તમાન સમયમાં નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝના કેસમાં વધારો થયો છે. જે દર્શાવે છે કે બિયર કે આલ્કોહોલ પીધા વિના પણ ફેટી લિવરની સમસ્યા થઈ શકે છે. વધુ માત્રામાં ખાંડનું સેવન અથવા ફળોમાંથી મળતા ફ્રુક્ટોઝનું વધુ પડતું સેવન પણ ફેટી લિવરનું કારણ બને છે.
લિવરનું ફંકશન નોર્મલ હોય તો નથી હોતું ફેટી લિવર
જો બ્લડ રિપોર્ટમાં લિવરનું કાર્ય સામાન્ય છે, તો તેનો અર્થ એ નથી કે ફેટી લિવર નથી. ફેટી લિવર ડિસીઝ શોધવા માટે અલગ અલ્ટ્રાસાઉન્ડ અથવા ફાઈબ્રોસ્કેન ટેસ્ટ કરાવવો પડે છે. ઘણી વખત ફેટી લીવર હોય તો પણ લિવરનું કાર્ય સામાન્ય રહે છે.
ફેટી લિવર માત્ર આહાર સાથે સંબંધિત છે
ફેટી લિવર માત્ર આહાર સાથે જોડાયેલું છે. ફેટી લિવરની સમસ્યા કાર્ટિસોલના વધતા સ્તર સાથે પણ સંબંધિત છે. જ્યારે તમને યોગ્ય ઊંઘ નથી આવતી અને તમારું સ્ટ્રેસ લેવલ ઊંચું રહે છે ત્યારે ફેટી લિવરની સમસ્યા થઈ શકે છે.
ફેટી લિવરનો કોઈ ઈલાજ નથી
ફેટી લિવરનો કોઈ ઈલાજ નથી એ એક સંપૂર્ણ ગેરમાન્યતા છે. ફેટી લિવરની સમસ્યાને યોગ્ય આહાર અને જીવનશૈલીની મદદથી દૂર કરી શકાય છે.
આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચનની દોહિત્રી અમદાવાદમાં ભણશે,IIMAમાં આ કોર્સમાં લીધું એડમિશન