ફેટી લીવર હોય તો આ વસ્તુઓને અવોઇડ જ કરજો
- ફેટી લીવર એક ગંભીર સમસ્યા બની શકે છે
- ફેટી લીવરની સમસ્યા હોય તો ખાણી પીણીમાં ખુબ ધ્યાન રાખવુ
- ફેટી લીવર હોય તો લાઇફસ્ટાઇલમાં ચેન્જ લાવો
લીવર શરીરમાં તમામ ટોક્સિનને બહાર કાઢે છે. તેનું ફેટી થવુ ક્યારેક જીવલેણ પણ સાબિત થઇ શકે છે. ફેટી લીવર એક એવી સમસ્યા છે જે કોઇ પણ વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. હાલમાં નાની ઉંમરના લોકો પણ ફેટી લીવરથી પરેશાન છે. આ બીમારી થાય તો ખાણી પીણીનો ખાસ ખ્યાલ રાખવો જોઇએ.
ફેટી લીવર હોય તો આ વસ્તુઓથી રહેજો દુર
મીઠું
જો તમને ફેટી લીવરની સમસ્યા હોય તો તમારે સોડિયમ ઓછુ લેવુ જોઇએ. જો તમે કોઇ પણ વસ્તુમાં વધુ મીઠુ ખાતા હો તો ધીમે ધીમે તે ઓછુ કરો.
ફ્રાઇડ ફુડ
ફ્રાય કરેલી વસ્તુઓથી બચવુ જોઇએ. જેટલી પણ ફ્રાઇડ વસ્તુઓ છે તેમાં ફેટ અને શુગરની માત્રા વધુ હોય છે. આવા સંજોગોમાં આ વસ્તુઓ તમારુ બ્લડ શુગર લેવલ વધારી શકે છે. આ સાથે તે ફેટી લીવરની સમસ્યાને પણ વધારે છે.
રેડ મીટ
રેડ મીટમાં સંતૃપ્ત ફેટ હોય છે. જે ફેટી લીવરની સમસ્યાને વધારે છે. જે વ્યક્તિને ફેટી લીવરની સમસ્યા હોય તેણે રેડ મીટથી બચવુ જોઇએ. રેડ મીટમાં ટોક્સિન્સ પણ હોય છે, જે હેલ્થને ખરાબ કરી શકે છે.
દારૂ
ફેટી લીવર હોય તે વ્યક્તિએ આલ્કોહોલથી દુર રહેવુ જોઇએ. આલ્કોહોલ ફેટી લીવરની બિમારીનું કારણ બની શકે છે. તે હાલની સ્થિતિને વધુ ખરાબ બનાવી શકે છે.
ખાંડ
હેલ્થ માટે આમ પણ ખાંડ નુકશાનકર્તા છે. જો ફેટી લીવરની સમસ્યા હોય તો તમારે ખાંડના વપરાશમાં કાપ મુકવો જોઇએ. ભલે ફળોના રસ કે મધ જેવી વસ્તુઓમાંથી નેચરલ શુગર મળતી હોય, પરંતુ તેનો વપરાશ પણ માપમાં કરવો જોઇએ.
રિફાઇન્ડ કાર્બ્સ
સફેદ કાર્બ્સ જેમકે સફેદ બ્રેડ, પાસ્તા જેવી વસ્તુઓથી બચવુ જોઇએ. તમે તેના બદલે સાબુત અનાજ જેમકે ક્વિનોઆ, ઘઉંની રોટલી અને બ્લેક પાસ્તા ખાઇ શકો છો.
ફેટી વસ્તુઓથી બચો
ફેટી વસ્તુઓ જેમકે માખણ, ઘી, ચીઝ જેવી વસ્તુઓ ખાવાથી બચો. તમે ઇચ્છો તો હેલ્ધી ફેટ જેમકે ઓલિવ, અવોકાડો અને કોલ્ડ-પ્રેસ્ડ નટ ઓઇલને ડાયટમાં સામેલ કરી શકો છો.
આ પણ વાંચોઃ અમદાવાદીઓ લા પીનોઝના પિત્ઝા ખાતા પહેલા ચેતજો! જાણીતા પિત્ઝા હાઉસની ગંદકીનો થયો પર્દાફાશ