YouTube પર આ બાબતો સર્ચ કરવાનું ટાળો, નહીંતર મોટી મુશ્કેલીમાં મૂકાશો
HD News Desk (અમદાવાદ), 20 એપ્રિલ: YouTube આજે સૌથી મોટું વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બની ગયું છે. જ્યારે પણ આપણે કોઈપણ બાબત તે વિષય અંગે માહિતી મેળવવી હોય તો, ત્યારે તરત જ YouTube પર જઈએ છીએ. YouTube પર વીડિયો કન્ટેન્ટ વિશાળ જથ્થામાં છે. જો કે, યુટ્યુબ પર સારા-ખરાબ બધા પ્રકારના કન્ટેન્ટ મળી જશે. તેમજ YouTube પર કંઈપણ શોધવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી, એટલે કે સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે આપણે સર્ચ કરીને વીડિયો જોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તમારી એક નાનકડી ભૂલ તમારા માથે મુશ્કેલી લાવીને ઊભી કરી શકે છે.
YouTube એક મફત વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા વિષયો છે જેના વિશે ગૂગલ અથવા યુટ્યુબ પર સર્ચ કરવાથી આપણે સાયબર સિક્યોરિટી સેલની નજરમાં આવી શકીએ છીએ અને કડક કાર્યવાહી પણ થઈ શકે છે. એટલા માટે યુઝર્સે YouTube પર અમુક કન્ટેન્ટ કે સબ્જેક્ટને શોધવાનું ટાળવું જોઈએ. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ કે યુટ્યુબ પર સર્ચ કરતી વખતે કઈ વસ્તુઓને ટાળવી જોઈએ.
એડલ્ટ કન્ટેન્ટ સર્ચ કરવાનું ટાળો
તમે YouTube અથવા Google પર નૉલેજ, એન્ટરટેઇનમેન્ટ, કૉમેડી, હોરર જેવા કોઈપણ પ્રકારના વીડિયો સરળતાથી જોઈ શકો છો. પરંતુ જો તમે યુટ્યુબ પર એડલ્ટ કન્ટેન્ટ સર્ચ કરો છો તો તેનાથી તમારી સમસ્યાઓ વધી શકે છે. તમારે YouTube પર એડલ્ટ કન્ટેન્ટ સર્ચ કરવાનું ટાળવું જોઈએ.
હથિયાર બનાવવાનો વીડિયો
જો તમે યુટ્યુબ પર હથિયાર બનાવવા સંબંધિત વીડિયો સર્ચ કરો છો અને આ સતત કરો છો, તો તમે સાયબર સિક્યુરિટી સેલની નજર હેઠળ આવી શકો છો. આ અંગે પૂછપરછ કરવામાં આવી શકે છે. જો તમે કોઈ યોગ્ય કારણ ન આપી શકો તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. એટલે તમારે આ પ્રકારનું કન્ટેન્ટ ટાળવું જોઈએ.
બોમ્બ બનાવવાની ટેકનોલોજી વિશે સર્ચ કરશો નહીં
જો તમે બોમ્બ કે અન્ય ખતરનાક હથિયાર બનાવવાની પદ્ધતિ વિશે યુટ્યુબ પર કન્ટેન્ટ સર્ચ કરો છો, તો તમે જેલના સળિયા પાછળ પણ જઈ શકો છો. સાયબર સેલ તમારી એક્ટિવિટિને ટ્રેક કરી શકે છે. એટલું જ નહીં, આ મામલે તમારી પૂછપરછ પણ થઈ શકે છે. તમારે ભૂલથી પણ ગુગલ કે યુટ્યુબ પર આવા વીડિયો કે કન્ટેન્ટ સર્ચ ન કરવું જોઈએ.
બાળ અપરાધ સંબંધિત વીડિયો જોવાનું ટાળો
તમારે યુટ્યુબ પર બાળ અપરાધ સંબંધિત વીડિયો શોધવાનું પણ ટાળવું જોઈએ. આ પ્રકારના કન્ટેન્ટથી સંબંધિત વીડિયો સર્ચ કરવું તમારા માટે સમસ્યા બની શકે છે.
આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામે અશ્લીલ કન્ટેન્ટને બ્લર કરવાનું શરૂ કર્યું, કહ્યું- યુવાનોની સુરક્ષા માટે પગલાં જરૂરી