ગરમી અને લૂથી આ રીતે બચોઃ સ્વાસ્થ્ય મંત્રાલયે આપી સલાહ
- મે-જુનના મહિનામાં લુ લાગવાના અને ફુડ પોઇઝનિંગના કેસ ખૂબ જોવા મળે છે
- તમામ લોકોએ પોતાની હેલ્થનું ધ્યાન રાખતા ગરમીથી રક્ષણ મેળવવુ જોઇએ
- કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગરમીના કારણે થતા જોખમોથી બચવાની અપીલ કરી છે
દેશના મોટાભાગના શહેરોમાં હાલમાં સખત ગરમી પડી રહી છે. પારો 42-43 ડિગ્રીની ઉપર પહોંચી ગયો છે. આવા સંજોગોમાં માણસો પર તેના અનેક દુષ્પ્રભાવો પડી રહ્યા છે. ડોક્ટર્સ કહે છે કે મે-જુનના મહિનામાં લુ લાગવાના અને ફુડ પોઇઝનિંગના કેસ ખૂબ જોવા મળે છે. તમામ લોકોએ પોતાની હેલ્થનું ધ્યાન રાખતા ગરમીથી રક્ષણ મેળવવુ જોઇએ. ક્યારેક આ કેસ ગંભીર અને જીવલેણ પણ બની શકે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ અત્યારના સમયમાં વધી રહેલા લૂ અને ગરમીના કેસના કારણે ફુડ પોઇઝનિંગના જોખમોથી બચવાની અપીલ કરી છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવુ છે કે બાળકોમાં આ પ્રકારનું જોખમ વધારે રહે છે. તેથી માતા-પિતા બાળકોનું અને તેમનું પોતાનું પણ ગરમીમાં ધ્યાન રાખે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સલાહ આપતા કહ્યુ કે તમામ લોકોએ ગરમી અને તડકાથી બચવાની જરૂર છે. થોડી સાવધાની રાખીને લુ લાગવાથી પણ બચી શકાય છે. જો લુ લાગવાના સહેજ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક સાધવો. ચક્કર આવવા, જીવ ગભરાવો, વધુ પાણી પીવાની ઇચ્છા થવી, પેશાબ ઓછો આવવો, હાંફ ચઢવો, હ્રદયની ધડકનો તેજ થવી, માથાનો દુખાવો જેવા લક્ષણો દર્શાવે છે કે તમને લુ લાગી છે. તેની પર તાત્કાલિક ધ્યાન આપો.
ભોજન સંબંધિત બાબતોનુ ધ્યાન રાખો
આરોગ્ય મંત્રાલયે જારી કરેલી માર્ગદર્શિકામાં જણાવ્યુ છે કે આ તમામ લોકોએ ભોજન સંબંધિત સાવધાનીઓ રાખવી જોઇએ.
- પહેલા તો સ્વસ્થ અને પૌષ્ટિક તેમજ તાજી વસ્તુઓનું સેવન કરો.
- સાથે દિવસભર કમસે કમ ત્રણથી ચાર લિટર પાણીનું સેવન કરો
- ખુબ જ તડકો કે ગરમી હોય ત્યારે જમવાનું બનાવવાથી બચો
- જમવાનું બનાવતા હોય તે જગ્યાને હવાદાર રાખો. દરવાજા-બારીઓ ખુલ્લી રાખો
- દારુ-ચા, કોફી કે કાર્બોનેટ પીણાંનુ સેવન ઓછુ કો
- વધુ પ્રોટીન વાળી વસ્તુઓ કે વાસી ભોજન ન લો.
- તમારુ પેટ ખરાબ લાગતુ હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો.
લૂ લાગી જાય તો શું કરશો
જો તમને લૂ લાગી ગઇ હોય તો તાત્કાલિક ડોક્ટર પાસે જાવ. આ ઉપરાંત તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખીને પણ જોખમોને ઘટાડી શકો છો.
- છાંયડો કે એસી વાળી જગ્યાએ રહો. તમારા ઘરમાં એસી ન હોય તો કોઇ ઠંડક વાળી જગ્યાએ રહો
- ઠંડા પાણીથી સ્નાન કરો
- વધુ માત્રામાં લિક્વિડનું સેવન કરો, કેમકે પરસેવાના માધ્યમથી શરીરનું સોડિયમ વધુ નીકળી જાય છે
- ઓઆરએસ કે મીઠા-ખાંડનું પાણી પીતા રહો, ગળ્યા પીણાં કે કોલ્ડ ડ્રિંક્સ ન પીવો
- હળવુ ભોજન લો. સુનિશ્વિત કરો કે ભોજન સારી રીતે પાકેલું અને તાજુ હોવુ જોઇએ
આ પણ વાંચોઃ વજન ઘટાડવા ઇચ્છતા હો તો સાંજના નાસ્તામાં સામેલ કરો આ હેલ્ધી સ્નેક્સ