ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

હાર્ટ એટેકથી બચોઃ જિમમાં વર્કઆઉટ કરતા હો તો રાખો હ્રદયનું ધ્યાન

  • વધુ પડતુ વર્કઆઉટ બની શકે છે હાર્ટએટેકનું કારણ
  • છેલ્લા ઘણા સમયથી વર્કઆઉટ દરમિયાન એટેકના કિસ્સા વધ્યા છે
  • કોઇ પણ તકલીફ હોય એક્સપર્ટની સલાહ લો

જો તમે વધુ સમય સુધી વર્કઆઉટ કરો છો તો સાવધાની રાખો. વધુ પડતુ વર્કઆઉટ તમારા માટે હાર્ટ એટેકનું કારણ બની શકે છે. તમે ઘણી વખત સાંભળ્યુ હશે કે વર્કઆઉટ કે એક્સર્સાઇઝ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયુ. છેલ્લા થોડા સમયમાં આપણે એવા ઘણા સેલિબ્રિટીઝ વિશે પણ સાંભળ્યુ છે જેઓ વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેકનો શિકાર બન્યા છે. આ સમાચાર સાંભળીને હાર્ટના પેશન્ટ કે જિમમાં જતા લોકો અરે ઘરે એક્સર્સાઇઝ કરતા લોકો પણ ગભરાવા લાગ્યા છે. એક્સર્સાઇઝ કરવાથી હાર્ટ એટેકનો ખતરો હોતો નથી, પરંતુ જરૂર કરતા વધુ એક્સર્સાઇઝથી હાર્ટ એટેકનો ખતરો રહે છે. આજે એવા કેટલાક ઉપાયો વિશે જાણો જે જિમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેકથી બચવા માટે જરૂરી છે.

હાર્ટ એટેકથી બચોઃ જિમમાં વર્કઆઉટ કરતા હો તો રાખો હ્રદયનું ધ્યાન hum dekhenge news

વધુ પડતી એક્સર્સાઇઝ ન કરો

પહેલા એક્સર્સાઇઝની પ્રક્રિયાને યોગ્ય રીતે સમજો. થોડી કસરત તમને લાભ આપે છે, પરંતુ વધુ પડતો વ્યાયામ કરવાથી હ્રદયની ગતિ વધી શકે છે અને બાદમાં હાર્ટ એેટેકનો ખતરો વધે છે. જો તમને સહેજ પણ એવુ લાગે તો તમારે એક્સર્સાઇઝ કરવાની બંધ કરી દેવી જોઇએ અને એક્સપર્ટની સલાહ લેવી જોઇએ. એક રિપોર્ટ અનુસાર જો કોઇ વ્યક્તિને છાતીમાં દુઃખાવાની, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવાની કે પછી વધુ પડતો પરસેવો થવાના લક્ષણો અનુભવાતા હોય તો તરત એક્સર્સાઇઝ બંધ કરી દેવી જોઇએ.

થોડી થોડી વારે પાણી પીતા રહો

વર્કઆઉટ મહત્ત્વનું છે તે રીતે શરીર પર નજર રાખવી પણ જરૂરી છે. વર્કઆઉટમાં તમને પરસેવો થતો હોય છે. આવા સમયે તમે ડિહાઇડ્રેશનનો શિકાર બની શકો છો. તમારે સમયે સમયે પાણી પીતા રહેવુ જરૂરી છે. જેથી શરીરમાં પાણીની કમી ન થાય.

હાર્ટ એટેકથી બચોઃ જિમમાં વર્કઆઉટ કરતા હો તો રાખો હ્રદયનું ધ્યાન hum dekhenge news

જમ્યા બાદ ક્યારેય જિમ ન જાવ

ભોજન કર્યાના તરત બાદ ક્યારેય જિમ ન જાવ કે કોઇ પ્રકારનો વ્યાયામ ન કરો. પેટ ભરેલુ હોય તકો વર્કઆઉટ તમારા શરીરને નુકશાન પહોંચાડી શકે છે. જમ્યા બાદ એક્સર્સાઇઝ કરવાથી તેનો ફાયદો પણ નહીં થાય.

સ્ટિરિઓઇડ લેવાથી બચો

નિષ્ણાતોનું કહેવુ છે કે કેટલાક ફિટનેસ પ્રેમીઓ ઉંમરની પરવાહ કર્યા વગર, સ્ટિરિઓઇડ કે સિન્થેટિક પ્રોટીનનો ઉપયોગ કરે છે. જે બિલકુલ સુરક્ષિત નતી. તે આંતરિક અંગોને નુકશાન પહોંચાડી શકે છે અને હેલ્થની અનેક તકલીફોને જન્મ આપે છે.

કોણે વધુ સાવધાન રહેવુ જોઇએ?

કાર્ડિઓલોજિસ્ટ કહે છે કે જે વ્યક્તિઓને ડાયાબિટીસ, હાઇ બીપી, હાઇ કોલેસ્ટ્રોલ હોય તેમણે જિમમાં જતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ. દરેક વ્યક્તિએ 50 વર્ષની ઉંમર બાદ બોડી ટેસ્ટ કરાવવા જોઇએ.

આ પણ વાંચોઃ આ રીતે બનાવો એવોકાડો મિલ્કશેક, જબરજસ્ત છે ફાયદા

Back to top button