ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

બદલાતી સીઝનમાં શરદી-ખાંસીથી બચો, આ ઘરેલુ ઉપાયોથી સ્વસ્થ રહો

  • બદલાતી સીઝન અને ડબલ સીઝનમાં શરદી-ખાંસીથી બચવું ખૂબ જરૂરી છે. આ સીઝન અનેક રોગોનું ઘર બને છે, ખાસ કરીને વાયરલના કેસોમાં વધારો થતો હોય છે

HD ન્યુઝ ડેસ્કઃ બદલાતા હવામાન સાથે, ખાંસી, શરદી અને તાવ જેવી બીમારીઓ ઘણીવાર લોકોને ઘેરી લે છે. ખાસ કરીને જ્યારે વરસાદની સીઝન અને ઠંડી શરૂ થાય છે, ત્યારે આ તકલીફ વધી જાય છે અને ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે. સીઝન જ્યારે બદલાઈ રહી હોય ત્યારે અને ડબલ સીઝન હોય ત્યારે તમારે તમારા આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને આ માટે તમે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારી શકો છો અને ઘરમાં રાખવામાં આવેલી કેટલીક સરળ વસ્તુઓથી અનેક રોગોથી બચી શકો છો.

બદલાતી સીઝનમાં શરદી-ખાંસીથી બચો, આ ઘરેલું ઉપાયોથી સ્વસ્થ રહો

આદુ અને મધ

આદુમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ગળામાં ખરાશ અને ઉધરસથી રાહત આપે છે. આદુને છીણીને તેનો રસ કાઢીને તેમાં મધ ઉમેરો. આ મિશ્રણ ખાંસી અને ગળાના ઈન્ફેક્શનને મટાડવામાં ખૂબ જ અસરકારક છે. દિવસમાં 2-3 વખત તેનું સેવન કરવાથી કફ અને શરદીમાં રાહત મળે છે.

તુલસી અને કાળા મરીની ચા

તુલસી એક શક્તિશાળી ઔષધીય છોડ છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. કાળા મરીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હોય છે. એક કપ પાણીમાં તુલસીના કેટલાક પાન અને કાળા મરી ઉમેરીને ઉકાળો અને તેનું સેવન કરો. આ ચા બદલાતા હવામાનમાં શરદી અને ઉધરસથી બચાવે છે.

ગરમ પાણી અને મીઠાના કોગળા કરો

હૂંફાળા પાણીમાં મીઠું ભેળવીને કોગળા કરવાથી ગળાનો દુખાવો અને ઉધરસમાં રાહત મળે છે. આ જૂનો અને અસરકારક ઘરગથ્થુ ઉપાય છે. તે ગળાના ચેપને ઘટાડે છે અને બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. દિવસમાં બે થી ત્રણ વાર ગાર્ગલ કરવાથી ગળાની સમસ્યામાં રાહત મળે છે.

બદલાતી સીઝનમાં શરદી-ખાંસીથી બચો, આ ઘરેલું ઉપાયોથી સ્વસ્થ રહો hum dekhenge news

નાસ લેવો

નાક બંધ થયું હોય કે શરદી થઈ હોય ત્યારે નાસ લેવો અસરકારક વિકલ્પ છે. નાસ લેવાથી શરદીના કારણે બંધ થયેલું નાક ખૂલે છે અને ગળા અને છાતીમાં જમા થયેલો કફ પણ સાફ થાય છે.

વિટામિન સી યુક્ત ફળો અને શાકભાજી

બદલાતી ઋતુમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે વિટામિન સીનું સેવન ખૂબ જ જરૂરી છે. આમળા, નારંગી, લીંબુ, પપૈયા અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તમે સીઝનલ રોગોથી બચી શકો છો.

આ પણ વાંચોઃ ગળાનું ઈન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે, જાણો તેનાં કારણો અને ઉપાય

Back to top button