ટ્રેન્ડિંગનેશનલ

દૂષિત પાણીમાં નાહવાનું ટાળજો, નહીંતર થઈ શકે છે આ ભયાનક બિમારી

Text To Speech
  • દૂષિત પાણીમાંથી મળી આવતા અમીબા મગજ ખાઈ જતા 15 વર્ષીય કિશોરનું થયું મોત.

કેરલના તિરુવનંતપુરમમાં એક દુર્લભ બિમારીનો કેસ સામે આવ્યો છે. ધો.10માં ભણતા એક કિશોરને આ દુર્લભ બિમારી થઈ હતી, જેમાં તેનું મોત થયુ છે. મગજ ખાઈ જનારા અમીબા આ યુવકના શરીરમાં નાક વાટે ઘુસ્યા હતા અને તેનું આ બિમારીને કારણે મોત થયુ છે. કહેવામાં આવી રહ્યું છે કે, દૂષિત પાણીમાં આ પ્રકારના અમીબા જોવા મળે છે અને તે માનવ શરીરમાં પ્રવેશીને માણસનું મગજ ખાઈ જાય છે.

આ પણ વાંચો: કમરની સાઇઝ ફટાફટ ઘટાડવા ઇચ્છો છો, તો કરો ફક્ત એક કામ

કેવી રીતે કિશોરના મગજ સુધી પહોચ્યું અમીબા?

કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે આ કીડો એક પ્રકારનો અમીબા છે જે દૂષિત પાણીમાં જોવા મળે છે. તેમણે રાજ્યના લોકોને ગંદા પાણીમાં નહાવાનું ટાળવાની અપીલ કરી હતી, કારણ કે સ્નાન કરતી વખતે આ કીડો પહેલા તમારા નાકમાં પ્રવેશ કરે છે અને પછી તમારા મગજમાં પહોંચે છે. સૌથી નવાઈની વાત એ છે કે આ કીડો ખૂબ જ નાનો છે અને ક્યારે તે તમારા નાકમાં પ્રવેશે છે, તમને ખબર પણ નથી પડતી. આ જ કારણ છે કે દર્દીને શરૂઆતમાં ખબર નથી પડતી કે તેની સાથે આવું કેમ થઈ રહ્યું છે.

શું છે આ રોગના લક્ષણો?

આ કીડો તમારા મગજમાં પ્રવેશે છે અને તમને ચેપ લગાડે છે, માથાનો દુખાવો, ઉલટી અને તાવ જેવી વસ્તુઓ થવા લાગે છે. કૃમિ શરીરમાં પ્રવેશ્યા પછી એકથી 12 દિવસમાં આ રોગના લક્ષણો દેખાવા લાગે છે.

આ પણ વાંચો: ભાવનગરમાં ભારે વરસાદ થતાં 156 વર્ષ જૂના જશોનાથ મહાદેવ મંદિરનો એક ભાગ થયો ધરાશાયી

Back to top button