ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગવર્લ્ડ

અફઘાનિસ્તાનમાં ક્રેશ થયેલું વિમાન ભારતીય નહીં હોવાની ઉડ્ડયન મંત્રાલયની સ્પષ્ટતા

Text To Speech

બદખ્શાંન, 21 જાન્યુઆરી: અફઘાનિસ્તાનના બદખ્શાંન પ્રાંતમાં વિમાન ક્રેશ થયાની માહિતી પ્રકાશમાં આવી છે. અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝે બદખ્શાનના માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા ઝબીહુલ્લાહ અમીરીને ટાંકીને જણાવ્યું હતું કે બદખ્શાન પ્રાંતના કુરાન-મુંજન અને ઝિબાક જિલ્લાની સરહદે આવેલા તોપખાના પર્વતોમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે.

વિમાન ક્રેશ થયા બાદ ભારતીય મીડિયામાં ભારતીય વિમાન ક્રેશ થયું હોવાના અહેવાલો વહેતા થઈ ગયા હતાં. પરંતુ ત્યાર બાદ ભારતીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા ક્રેશ થયેલ વિમાન ભારતનું નહીં હોવાની પુષ્ટી કરવામાં આવી હતી.

ભારતીય ઉડ્ડયન મંત્રાલયે X પર પોસ્ટ કરી આપી માહિતી

ભારતીય ઉડ્ડયન મંત્રાલયે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરી માહિતી આપી છે કે ‘અફઘાનિસ્તાનમાં હમણાં જ જે પ્લેન ક્રેશ થયું છે તે ભારતીય પ્લેન નથી, ન તો તે નોન-શિડ્યુલ્ડ (NSOP)/ચાર્ટર પ્લેન છે. આ મોરોક્કન રજિસ્ટર્ડનું નાનું વિમાન છે.

અફઘાન મીડિયાએ તેને ભારતીય વિમાન ગણાવ્યું હતું

બદખ્શાન પ્રાંતના પોલીસ કમાન્ડે જણાવ્યું કે વિમાન ગઈકાલે રાત્રે રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. આ પછી તે જેબક જિલ્લાના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું. દરમિયાન પાક અને અફઘાન મીડિયાએ આને શરૂઆતમાં ભારતીય પ્લેન ગણાવ્યું હતું. બપોરે 12.45 વાગ્યે અફઘાન મીડિયાના હવાલાથી કહેવામાં આવ્યું કે આ પ્લેન ભારતનું છે અને મોસ્કો જઈ રહ્યું હતું. જોકે, અડધા કલાકમાં ફરી માહિતી આવી કે તે પેસેન્જર પ્લેન નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ચાર્ટર્ડ પ્લેન હોઈ શકે છે. બદખ્શાનના માહિતી વિભાગના પ્રવક્તા ઝબીહુલ્લાહ અમીરીએ સ્થાનિક ન્યૂઝને જણાવ્યું કે ઘટનાની તપાસ માટે એક ટીમને વિસ્તારમાં મોકલવામાં આવી છે.

આ પણ વાંચો: ઊડતા વિમાનમાં અચાનક આગ ફાટી નીકળી, વીડિયો થયો વાયરલ

Back to top button