Avengers સ્ટાર જેરેમી રેનરનો અકસ્માત, હોસ્પિટલમાં દાખલ
હોલીવુડ એક્ટર જેરેમી રેનર અકસ્માતની ઝપેટમાં આવવાને કારણે ગંભીર રીતે ઘાયલ થયો છે. હાલ તેમની હાલત નાજુક પરંતુ સ્થિર હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેરેમી નેવાડામાં તેના ઘર બહાર જમા થયેલા બરફને હટાવી રહ્યો હતો ત્યારે તેની સાથે આ અકસ્માત થયો હતો.
Lake Tahoe snowfall is no joke #WinterWonderland pic.twitter.com/6LBG9DsLAU
— Jeremy Renner (@JeremyRenner) December 12, 2022
જામી ગયેલા બરફને હટાવતા સમયે એક્ટરનો ભયંકર અકસ્માત થયો, ત્યારબાદ તેને હોસ્પિટલ એરલિફ્ટ કરવામાં આવ્યો અને હાલ જેરેમી રેનર સારવાર હેઠળ છે પરંતુ, તબિયત નાજુક હોવાનું તબીબોનું કહેવું છે.
તમને જણાવી દઈએ કે જેરેમી રેનર દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે. તેણે ‘એવેન્જર્સ’ સિરીઝ અને ‘કેપ્ટન અમેરિકા’ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. ભારતમાં પણ તેની ઘણી ફેન ફોલોઈંગ છે. જ્યારથી ચાહકોને જેરેમી રેનર સાથે અકસ્માતની જાણ થઈ ત્યારથી તેઓ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
જેરેમી રેનર નેવાડાના રેનોમાં રહે છે. ત્યાં તેનું ઘર છે. નવા વર્ષના એક દિવસ પહેલા ઘણી હિમવર્ષા થઈ હતી, જેના કારણે ઉત્તર નેવાડામાં લગભગ 35 હજાર ઘરોમાં વીજળી પ્રભાવિત થઈ હતી અને તેમને અંધારપટનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન જેરેમી રેનર ઘરની બહાર જમા થયેલો બરફ હટાવી રહ્યો હતો અને ત્યારે તેની સાથે અકસ્માત થયો. તેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.