ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાશ્મીર/ ગુલમર્ગમાં હિમપ્રપાત, ઘણા પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા; 1 પ્રવાસીનું મૃત્યુ

Text To Speech

શ્રીનગર, 22 ફેબ્રુઆરી: જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભારે હિમપ્રપાત થયો છે. આ હિમપ્રપાતમાં(avalanche) ત્રણ વિદેશીઓ ફસાયા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એક ઘાયલ થયો છે. ગુલમર્ગના(Gulmarg) અફરવત પીકના ખિલાન રોડ પર ગુરુવારે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક પ્રવાસીનું મોત થયું હતું અને અન્ય ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે એક લાપતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના આજે બપોરે લગભગ 2 વાગ્યે બની હતી. તેમાં ઓછામાં ઓછા પાંચ વિદેશી પ્રવાસીઓ ફસાઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ઘટના સ્થળે તરતજ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, અત્યાર સુધીમાં એક પ્રવાસીનું મૃત્યુ થયું છે અને અન્ય ત્રણને બચાવી લેવામાં આવ્યા છે. બરફ નીચે ફસાયેલા સ્કાયરને શોધવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે તમામ પ્રવાસીઓ વિદેશી હતા.

હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે

હવામાન વિભાગે વરસાદ અને હિમવર્ષાની આગાહી સાથે કાશ્મીરથી ઉત્તરાખંડમાં વરસાદની શક્યતા, તો અનેક વિસ્તારોમાં હિમ વર્ષાનું  યલો એલર્ટ જારી કર્યું છે.  ઉત્તરપૂર્વીય રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે. હવામાનમાં આ પરિવર્તન વાસ્તવમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છે. આ અસરને કારણે 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

હિમસ્ખલનની ઘટનાઓ વધી રહી છે

આ દિવસોમાં શ્રીનગરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે હિમપ્રપાતની ઘટનાઓ વધી છે. તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગ વિસ્તારમાં હિમપ્રપાતથી સિંધ નદીને અવરોધિત કરી હતી, જેના કારણે જળાશયનો માર્ગ બદલાઈ ગયો હતો અને રોડ પર પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Back to top button