ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભારે હિમપ્રપાત, 2ના મોત

Text To Speech

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ સ્કીઇંગ રિસોર્ટના ઊંચાઈવાળા વિસ્તારમાં હિમપ્રપાત થયો છે. જેમાં બરફ નીચે દટાયેલા બે લોકોના મૃતદેહ કઢાયા છે. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. જ્યારે ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના પ્રખ્યાત સ્કી-રિસોર્ટ ગુલમર્ગમાં અફારવાટની ટોચ પર ભારે હિમપ્રપાત થયા બાદ ચાર અન્ય લોકોને બચાવાયા છે.

ઘટના સ્થળે રેસ્ક્યૂ ટીમ પહોંચી ગઈ છે. બારામુલા પોલીસ અને અન્ય એજન્સીઓ બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. બારામુલા પોલીસે જણાવ્યું કે, કેટલાક સ્કીયર્સ ફસાયા હોવાના અહેવાલોની પુષ્ટી કરવામાં આવી રહી છે.

કાશ્મીરમાં હિમપ્રપાતના કારણે સોમવારે બંધ કરાયેલી વિમાની સેવાઓ ફરી શરૂ કરાઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારે હવામાન સ્વચ્છ રહ્યા બાદ ખીણમાં વિમાની સેવાઓ ફરી શરૂ કરાઈ હતી. હવામાન શુષ્ક હોવાના કારણે તેમજ વિઝિબિલિટીમાં સુધારો જોવા મળ્યો હોવાથી વિમાન સેવા ફરી શરૂ કરાઈ હતી. જોકે ઘણા વિસ્તારોમાં હિમપ્રપાત અને ભૂસ્ખલનના કારણે હજુ પણ શ્રીનગર-જમ્મુ હાઈવે બંધ રખાયો છે.

Back to top button