ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નવી RTO પોલિસીના અવ્યવહારુ નિયમો લાગુ થવાની શક્યતાને કારણે ઓટો ડિલર્સમાં કચવાટ

Text To Speech

દેશમાં પરિવહન સેવાને સુલભ અને સરળ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક પ્રયાસો છે. જનસમાન્યથી લઈને વિવિધ શહેરોના ઓટો ડિલર્સ પણ હર હંમેશા સરકારની તરફેણમાં અને સહકારની ભાવનાથી નવા નિયમો અને પોલિસીને આવકારતા હોય છે. પરંતુ તાજેતરમાં કેન્દ્ર સરકાર RTOની નવી પોલિસી લાગુ કરવાની તૈયારીમાં હોવાની ચર્ચાથી ઓટો ડિલર્સ મૂંઝવણમાં મુકાયા છે.

ઓલ ગુજરાત ઓટો ડિલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે નવી પોલિસી ઓટો ડિલર્સ માટે અનુકૂળ નથી. કારણકે જે જવાબદારી વર્ષોથી RTO કચેરી નિભાવી રહી છે એ જ જવાબદારી હવે ઓટો ડિલર્સ પર થોપવાની હિલચાલને કારણે ભવિષ્યમાં મુશ્કેલી સર્જાઈ શકે છે.

RTOની જવાબદારી ઓટો ડિલર્સ કેવી રીતે નિભાવશે?
એસોસિએશનના દાવા પ્રમાણે નવા પ્રપોઝડ નિયમો અનુસાર સરકાર વાહન રજીસ્ટ્રેશનનું કામ ડિલર્સ પર છોડી દેવાનું વિચારી રહી છે. વાહન રજીસ્ટ્રેશનમાં ઘણી ટેક્નિકલ બાબતોની ખરાઈ અને રેકોર્ડ રાખવાનો હોય છે. આ કામ સુપેરે થાય એના માટે જે તે RTO કચેરી પાસે તાલીમબદ્ધ, લાયકાત ધરાવતો અનુભવી સ્ટાફ હોય છે. આ જ પ્રકારનો સ્ટાફ કે પછી રજીસ્ટ્રેશન સિસ્ટમ ગોઠવવી ઓટો ડિલર્સ માટે અશક્ય લાગતી બાબત છે. તો વળી વાહન રજીસ્ટ્રેશનની વિગતો પોલીસ માટે પણ ખૂબ જ જરૂરી હોય છે.ત્યારે આ નવા નિયમો સાથેની પોલિસી જો લાગુ થાય તો એક નાની એવી ચૂક પણ ડીલરને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. આ કારણથી રાજ્યભરના ઓટો ડિલર્સ કચવાટ અનુભવી રહ્યા છે.

ત્યારે નવી RTO પોલિસીમાં કેટલાક ફેરફાર કરવામાં આવે અને પ્રેક્ટિકલ ન હોય તેવા નિયમોને સમજીને અને ડિલર્સ સાથે વિચાર વિમર્શ કરીને દૂર કરવા માટે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા ડિલર્સ એસોસિએશને મન બનાવ્યું છે.

Back to top button