ટોપ ન્યૂઝવર્લ્ડ કપસ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયાની જીતથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સેમિ ફાઇનલ રેસમાંથી બહાર

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. હવે ઓસ્ટ્રેલિયાએ પણ ઈંગ્લેન્ડને 33 રને હરાવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 નવેમ્બર (શનિવાર)ના રોજ રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને જીતવા માટે 287 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તેની ટીમ 48.1 ઓવરમાં 253 રન સુધી જ સિમિત રહી ગઈ હતી. જેના પગલે ઇંગ્લેન્ડ આ વર્લ્ડકપમાં સેમિ ફાઈનલ રેસમાંથી બહાર થઇ ગયું છે.

ઓસ્ટ્રેલિયાની સતત પાંચમી જીત

ઓસ્ટ્રેલિયાની ટીમની આ સતત પાંચમી જીત હતી. ઓસ્ટ્રેલિયા પાંચ જીત અને બે હાર સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ ઈંગ્લેન્ડની સાત મેચમાં આ છઠ્ઠી હાર હતી અને તે છેલ્લા સ્થાને છે. ઈંગ્લેન્ડ સતત છ મેચ હારી છે. આ હાર સાથે ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગઈ હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા પહેલા જ સેમિફાઈનલમાં પોતપોતાની જગ્યા નિશ્ચિત કરી ચૂક્યા છે. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સ ફોર્મમાં પરત ફર્યો અને 90 બોલમાં 64 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. ડેવિડ માલાને પણ 50 રનની ઇનિંગ રમી હતી. માલને 64 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. મોઈન અલીએ પણ 42 રનનું યોગદાન આપ્યું હતું.

ઈંગ્લેન્ડની વિકેટ આ રીતે પડીઃ (253/10, 48.1 ઓવર)

પ્રથમ વિકેટ: જોની બેરસ્ટો (0) મિચેલ સ્ટાર્ક આઉટ, 0/1
બીજી વિકેટ: જો રૂટ (13) મિશેલ સ્ટાર્ક આઉટ, 19/2
ત્રીજી વિકેટ: ડેવિડ મલાન (50) આઉટ પેટ કમિન્સ, 103/3
ચોથી વિકેટ: જોસ બટલર (1) એડમ ઝમ્પા આઉટ, 106/4
પાંચમી વિકેટ: બેન સ્ટોક્સ (64) એડમ ઝમ્પા, 169/5
છઠ્ઠી વિકેટ: લિયામ લિવિંગસ્ટોન (2) પેટ કમિન્સ આઉટ, 174/6
સાતમી વિકેટ: મોઈન અલી (42) એડમ ઝમ્પા આઉટ, 186/7
આઠમી વિકેટ: ડેવિડ વિલી (15) જોશ હેઝલવુડ, 216/8
નવમી વિકેટ: ક્રિસ વોક્સ (35) માર્કસ સ્ટોઈનિસ આઉટ, 253/9
દસમી વિકેટ: આદિલ રશીદ (20) જોશ હેઝલવુડ, 253/10

ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત રહી હતી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી અને 38 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેને મળીને ઇનિંગ્સમાં સુધારો કર્યો હતો. લેબુશેન-સ્મિથ વચ્ચે ત્રીજી વિકેટ માટે 75 રનની ભાગીદારી થઈ હતી. સ્મિથ અને જોશ ઈંગ્લિસના આઉટ થયા પછી પણ લાબુશેનની શાનદાર બેટિંગ ચાલુ રહી. લાબુશેન અને કેમેરોન ગ્રીને મળીને પાંચમી વિકેટ માટે 61 રન જોડ્યા હતા.

સૌથી વધુ લાબુશેને 71 રન કર્યા

લાબુશેન આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાના નીચલા બેટ્સમેનોએ ઉપયોગી યોગદાન આપ્યું અને પોતાની ટીમને 286 રનના સ્કોર સુધી પહોંચાડી. માર્નસ લાબુશેને 83 બોલમાં સૌથી વધુ 71 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા સામેલ હતા. જ્યારે કેમેરોન ગ્રીને પાંચ ચોગ્ગાની મદદથી 47 રન અને સ્ટીવ સ્મિથે 44 રન (52 બોલ, ત્રણ ચોગ્ગા) ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ માટે ક્રિસ વોક્સે સૌથી વધુ ચાર ખેલાડીઓને આઉટ કર્યા હતા. જ્યારે આદિલ રશીદ અને માર્ક વૂડને બે-બે સફળતા મળી હતી.

ઓસ્ટ્રેલિયાની વિકેટ આ રીતે પડી

પ્રથમ વિકેટઃ ટ્રેવિસ હેડ (11), આઉટ- ક્રિસ વોક્સ (11/1)
બીજી વિકેટ: ડેવિડ વોર્નર (15), આઉટ- ક્રિસ વોક્સ (38/2)
ત્રીજી વિકેટ: સ્ટીવ સ્મિથ (44), આઉટ- આદિલ રશીદ (113/3)
ચોથી વિકેટ: જોશ ઈંગ્લિસ (3), આઉટ- આદિલ રશીદ (117/4)
પાંચમી વિકેટ: માર્નસ લાબુશેન (71) આઉટ- માર્ક વુડ (178/5)
છઠ્ઠી વિકેટ: કેમેરોન ગ્રીન (47) આઉટ- ડેવિડ વિલી (223/6)
સાતમી વિકેટ: માર્કસ સ્ટોઈનિસ (35), આઉટ- એલ. લિવિંગસ્ટોન (241/7)
આઠમી વિકેટ: પેટ કમિન્સ (10), આઉટ- માર્ક વુડ (247/8)
નવમી વિકેટ: એડમ ઝમ્પા (29), આઉટ- ક્રિસ વોક્સ (285/9)
દસમી વિકેટ: મિશેલ સ્ટાર્ક (10), આઉટ- ક્રિસ વોક્સ (286/10)

Back to top button