સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટરે મેચ પહેલા કરી સંન્યાસની જાહેરાત, જણાવ્યું આ કારણ

Text To Speech

ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝ પહેલા જ ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો પડવા ઝઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર એરોન ફિંચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. કાંગારૂ ટીમના પૂર્વ કેપ્ટન એરોન ફિંચે આજે સવારે પોતાના ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

ફિંચે સંન્યાસની કરી જાહેરાત

પ્રાપ્ત વિગતો અનુસાર કાંગારૂ ટીમના પૂર્વ કેપ્ટન એરોન ફિંચે સંન્યાસની જાહેરાત કરી છે. તેઓ ફિંચે વર્ષ 2022માં જ વન-ડે ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો ત્યારે આજે તેઓ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે આગામી 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝની શરુઆત થવા જઈ રહી છે. ત્યારે તેના થોડા દિવસ અગાઉ જ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટરે અચાનક સંન્યાસની જાહેરાત કરતા ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો પડ્યો છે.

એરોન ફિંચ સંન્યાસ-humdekhengenews

ફિંચે સંન્યાસને લઈને આપ્યુ નિવેદન

ફિંચે સંન્યાસને લઈને નિવેદન આપતા જણાવ્યુ હતુ કે “મને એ વાતનો અહેસાસ છે કે હું 2024માં રમાનારા ટી-20 વર્લ્ડકપમાં નહીં રમી શકું. એવામાં હવે મારો સંન્યાસ લેવાનો આ બિલકુલ યોગ્ય સમય છે, જેનાથી ટીમ પોતાની આગળની રણનીતિ પર કામ કરતા કોઈ અન્ય ખેલાડીને તૈયાર કરી શકે, વધુમાં તેમણે સૌનો આભાર માનતા કહ્યુ કે હું મારા પરિવાર, પત્ની, ટીમ, ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સનો આભાર માનું છું. તેમજ મને હંમેશા સપોર્ટ કરનારા ફેંસનનો પણ આભાર માનું છું”.

ફિંચે 2021ના વર્લ્ડકપને યાદગાર ક્ષણ ગણાવી

આ સાથે જ ફિંચે 2021નો વર્લ્ડકપ અને 2015માં વન ડે વર્લ્ડકપને યાદ કરતા કહ્યુ કે “2021માં ટી20 વર્લ્ડકપ જીતવો અને 2015માં વન ડે વર્લ્ડકપ જીતવો મારા કરિયરની સૌથી યાદગાર ક્ષણ છે. 12 વર્ષ દેશ માટે રમવું, કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓનો સામનો કરવો, આ સન્માન દરેક મેળળવવા માંગે છે” ઉલ્લેખનીય છે કે એરોન ફીંચની કેપ્ટનશીપમાં જ ઓસ્ટ્રેલિયન ટીમે વર્ષ 2021માં ટી-20 વર્લ્ડકપ પહેલીવાર જીત્યો હતો. તેમજ વર્ષ 2015માં જ્યારે કાંગારૂ ટીમે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.

આ પણ વાંચો : કંગનાએ ફરી એક વાર સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો, આ કપલને આપી ધમકી

Back to top button