ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયાની T20ની ચોથી મેચ 7 ઓવરમાં રદ, જાણો કારણ

  • ઓસ્ટ્રેલિયાની T20 બિગ બેશ લીગમાં વર્તમાન સિઝનની ચોથી મેચ ખરાબ પીચને કારણે લગભગ 7 ઓવરની અંદર રદ કરવામાં આવી હતી. BBLના ઈતિહાસમાં ખરાબ પીચના કારણે પહેલી વાર આવુ બન્યું કે મેચ રદ કરવી પડી.

HD ન્યૂઝ ડેસ્ક, 10 ડિસેમ્બર: ઓસ્ટ્રેલિયાની ફ્રેન્ચાઇઝી આધારિત T20 બિગ બેશ લીગની 13મી સીઝન 7 ડિસેમ્બરે શરૂ થઈ હતી. અમ્પાયરે મેવબર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચેની આ સિઝનની ચોથી મેચ ખરાબ પીચના કારણે રદ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો વચ્ચેની મેચ જીલોંગના સિમન્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી, મેચ શરૂ થયાને 6.5 ઓવર પછી, મેદાન પરના અમ્પાયરોએ પીચ પર બોલના ખતરનાક ઉછાળને કારણે મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. બિગ બેશ લીગના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે પીચ ખરાબ હોવાના કારણે મેચ રદ કરવી પડી હોય.

 

ક્વિન્ટન ડી કોક પણ બાઉન્સ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો

આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમનો વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક મેવબર્ન રેનેગેડ્સ ટીમમાં સામેલ છે. મેચ શરુ થયા પછી આ મેચમાં પીચ પર બોલને ઉછળતો જોઈને ડી કોક પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આ મેચમાં પર્થ સ્કોર્ચર્સની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી અને મેચ રોકવામાં આવી ત્યારે તેમણે 6.5 ઓવરમાં 30 રન બનાવ્યા હતા અને 2 વિકેટ પણ ગુમાવી હતી. આ મેચ પર કોમેન્ટ્રી કરનારા નિષ્ણાતો પણ પીચ પરના બોલના ખતરનાક ઉછાળા અંગે સતત ચર્ચા કરી રહ્યા હતા. આ મેચમાં મેવબર્ન રેનેગેડ્સ ટીમના ભાગ એવા એરોન ફિન્ચે બ્રોડકાસ્ટરને આપેલા પોતાના નિવેદનમાં પીચ વિશે કહ્યું હતું કે અમ્પાયરો જે કહેતા હોય તે મેં કંઈ સાંભળ્યું નથી, પરંતુ દેખીતી રીતે તેઓ ચિંતિત હતા કે બોલ ભીની પીચ પર કેવી રીતે ઉછળી રહી છે.

 

મેવબર્ન રેનેગેડ્સે પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલ્યું

BBLની 13મી સીઝનમાં મેવબર્ન રેનેગેડ્સની આ બીજી મેચ હતી, ટીમને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ રદ્દ થવાને કારણે તેમને ચોક્કસપણે એક પોઈન્ટ મળ્યો અને ટીમ પોઈન્ટ ટેબલમાં સીધી પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. પર્થ સ્કોર્ચર્સની આ સિઝનની પ્રથમ મેચ હતી અને મેચ રદ્દ થવાને કારણે તેમને પણ એક પોઈન્ટ મળ્યો છે. હવે મેવબર્ન રેનેગેડ્સ આ સિઝનમાં તેમની આગામી મેચ 21 ડિસેમ્બરે બ્રિસ્બેન હીટ સામે રમશે.

આ પણ વાંચો: વિમેન્સ પ્રીમિયર લીગ હરાજીમાં 9 વિદેશી સહિત 30 ખેલાડીઓ વેચાયા

Back to top button