ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા પલટવાર,ટીમ ઈન્ડિયાને આપ્યો 353 રનનો ટાર્ગેટ

Text To Speech

IND VS AUS  : ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ વનડે મેચ રમાઈ રહી છે આ મેચ રાજકોટ ક્રિકેટ એસોસીએશન સ્ટેડીયમ,રાજકોટમાં રમાઈ રહી છે,જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલી બેટિંગ પસંદ કરી હતી.

ટીમ ઈન્ડિયાને આપી મજબુત લડાઈ

આ ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ સિરીઝ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયાને મજબુત લડાઈ આપી છે. ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ 353 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ઓસ્ટ્રેલિયાના ઓપનરની શાનદાર શરૂવાત

ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને માર્શએ શાનદાર શરૂવાત અપાવી હતી જેમાં ડેવિડ વોર્નરએ 4 સિક્સર અને 6 ચોક્કા વડે 34 બોલમાં 56 રન અને માર્શએ 84 બોલમાં 96 રન બનાવ્યા હતા.જેમાં માર્શને કુલદીપ યાદવે તેને 96 રનમાં આઉટ કરીને સદી માટે ચુકી ગયો હતો.

સ્ટીવ સ્મિથએ અને લાબુસને પણ કરી શાનદાર બેટિંગ

આ મેચમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથએ 61 બોલમાં 74 રન બનાવ્યા અને લાબુસનેએ 50 બોલમાં 64 રન બનાવ્યા હતા.

જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવએ લીધી 2 – 2 વિકેટ

આ ત્રીજી અને અંતિમ મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવએ લીધી 2 – 2 વિકેટ લીધી હતીં.જયારે સિરાજ,ક્રિષ્ના એ પણ 1-1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : એશિયન ગેમ્સમાં સ્વિમર આર્યન નેહરાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન : 1500 મીટરનો National રેકોર્ડ તોડ્યો

ગ્લેન મેક્સવેલનો નબળું પ્રદર્શન

ઓસ્ટ્રેલિયાના ઓલ રાઉન્ડર ગ્લેન મેક્સવેલ ફરી એક વાર ફ્લોપ સાબિત થયો હતો અને આ ત્રીજી વનડેમાં મેક્સવેલએ 7 બોલમાં માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો.

ઓસ્ટ્રેલિયાની વિકેટ

પહેલી વિકેટ : ડેવિડ વોર્નર 34 બોલમાં 56 રન

બીજી વિકેટ : મિચેલ માર્શ 84 બોલમાં 96 રન

ત્રીજી વિકેટ : સ્ટીવન સ્મિથ 61 બોલમાં 74 રન

ચોથી વિકેટ : એલેક્સ કેરી 19 બોલમાં 11 રન

પાંચમી વિકેટ : ગ્લેન મેક્સવેલ 7 બોલમાં 5 રન

છડ્ડી વિકેટ : કેમેરોન ગ્રીન 13 બોલમાં 9 રન

સાતમી વિકેટ : માર્નસ લેબુશેન 58 બોલમાં 72 રન

ભારત (પ્લેઇંગ ઇલેવન): રોહિત શર્મા (કે.), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (ડબ્લ્યુ), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

ઓસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન): મિચેલ માર્શ, ડેવિડ વોર્નર, સ્ટીવન સ્મિથ, માર્નસ લેબુશેન, એલેક્સ કેરી (ડબ્લ્યુ), ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, પેટ કમિન્સ (સી), મિશેલ સ્ટાર્ક, તનવીર સંઘા, જોશ હેઝલવુડ

આ પણ વાંચો : Asian Games 2023 : ભારતની દિકરીઓએ ચીનમાં રચ્યો ઈતિહાસ,જીત્યો ગોલ્ડ મેડલ

Back to top button