ગુજરાત

ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ ગાંધીનગર રાજભવન ખાતે કરશે ધુળેટીની ઉજવણી

  • ઓસ્ટ્રેલિયાના પીએમ ચાર દિવસ માટે ભારતની મુલાકાતે
  • આજે સાંજે ધુળેટી ઉજવણી માટે રાજભવનમાં આયોજન
  • ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ રમશે તિલક હોળી

ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ ગાંધીનગર રાજભવનમાં ધુળેટીની ઉજવણી કરશે. જેમાં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ આજે સાંજે તિલક કરીને હોળીની ઉજવણી કરશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ આજથી ભારતની ચાર દિવસીય મુલાકાતે આવશે. ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને એન્થોની અલ્બેનીઝ વચ્ચેની આ મુલાકાત ઘણા મુદા્ઓને લઈને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ઓખાના મધદરિયેથી પકડાયેલા 61 કિલો ડ્રગ્સ મામલે થયો ચોંકાવનારો ખુલાસો

એન્થોની અલ્બેનીઝ ઓસ્ટ્રેલિયાથી સીધા અમદાવાદ આવશે

એન્થોની અલ્બેનીઝ ઓસ્ટ્રેલિયાથી સીધા અમદાવાદ આવશે. અહીંયા તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચે યોજાનાર ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ક્રિકેટ ટેસ્ટ મેચ નિહાળશે. તેઓ કંપનીઓના અધિકારી અને બિઝનેસમેન સાથે મિટિંગ યોજવા માટે મુંબઈ જશે અને ત્યારબાદ ત્યાંથી સત્તાવાર દિલ્હી જવા રવાના થશે.

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રાલય તરફથી નિવેદન

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રાલય તરફથી બહાર પડવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝની અમદાવાદ, મુંબઈ અને નવી દિલ્હીની મુલાકાત લેશે. “ઓસ્ટ્રેલિયાના નજીકના મિત્ર અને ભાગીદાર ભારત સાથેના અમારા વ્યૂહાત્મક, આર્થિક અને લોકો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે”. ઓસ્ટ્રેલિયાનું બિઝનેસ ડેલિગેશન મુંબઈમાં ઓસ્ટ્રેલિયા-ભારત સીઈઓ ફોરમમાં ભાગ લેશે, જેમાં તાજેતરમાં ઓસ્ટ્રેલિયા-ભારત આર્થિક સહકાર અને વેપાર કરાર મારફતે મુક્ત વેપાર અને રોકાણની તકો અને તેમના ભારતીય સમકક્ષો ઓસ્ટ્રેલિયન સાથે બિઝનેસ-ટુ-બિઝનેસ સહયોગના ભવિષ્ય અંગે ચર્ચા કરશે એવું આ નિવેદનમાં જણાવ્યું હતું.

ગાંધીનગર રાજભવન - Humdekhengenews

પીએમ મોદી – એન્થોની અલ્બેનીઝ પહેલી વખત ક્યારે મળ્યા?

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝની પ્રથમ મુલાકાત 24 મે, 2022ના રોજ ક્વોડ લીડર્સ સમિટમાં થઇ હતી અને તે વખતે એન્થોની અલ્બેનીઝને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગયા વર્ષે 27 સપ્ટેમ્બરે ટોક્યોમાં જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કાર દરમિયાન તેઓ બંને ફરી મળ્યા હતા. પીએમ મોદીએ 16 નવેમ્બરે ઇન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટ દરમિયાન અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી.

આ પણ વાંચો : કોઈ રાષ્ટ્રપતિ તો કોઈ રાજ્યપાલ, દુનિયાની આ 12 મહિલાઓ પાસે છે અડધી વસ્તીની સત્તા !

ક્રિકટ મેચમાં બંને વડાપ્રધાન કોમેન્ટ્રી કરે તેવી સંભાવના

શક્યતા એવી પણ છે કે બે દેશોની ક્રિકટ મેચમાં બંને વડાપ્રધાન કોમેન્ટ્રી કરી શકે છે. મહત્વનું છે કે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેના ક્રિકેટ સંબંધોની ઉજવણીના આ પ્રસંગની પૂર્વતૈયારીની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.

Back to top button