INS વિક્રાંત પર ઓસ્ટ્રેલિયાના PMને આપવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનર


INS વિક્રાંત પર ભારતીય નૌકાદળ દ્વારા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. એન્થોની INS વિક્રાંતની કોકપીટમાં પણ બેઠા હતા.
#WATCH | Australian PM Anthony Albanese inside the cockpit of LCA onboard INS Vikrant, off Mumbai coast pic.twitter.com/hXqSqPIHcF
— ANI (@ANI) March 9, 2023
ગાર્ડ ઓફ ઓનર બાદ એન્થોની અલ્બેનીઝે કહ્યું કે પીએમ મોદીના આમંત્રણ પર નવનિયુક્ત, ભારતીય ડિઝાઇન અને ભારતમાં નિર્મિત INS વિક્રાંત પર આજે અહીં આવી સન્માનિત અનુભવી રહ્યો છુ. મારી મુલાકાત ઓસ્ટ્રેલિયાના ઈન્ડો-પેસિફિક અને તેનાથી આગળ ઓસ્ટ્રેલિયાના દ્રષ્ટિકોણના કેન્દ્રમાં ભારતને સ્થાન આપવા માટેની મારી સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમણે વધુમાં કહ્યું કે ઓસ્ટ્રેલિયા માટે ભારત ટોચના સ્તરના સુરક્ષા ભાગીદાર છે. હિંદ મહાસાગર બંને દેશોની સુરક્ષા અને સમૃદ્ધિનું કેન્દ્ર છે.
તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચની શરૂઆત પહેલા પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ પણ સવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. બંનેએ ગોલ્ફ કાર્ટમાં સ્ટેડિયમનો ‘લેપ ઓફ ઓનર’ મૂક્યું.
પીએમ મોદી અને અલ્બેનીઝનું સ્વાગત
પીએમ મોદી અને અલ્બેનીઝે પોત-પોતાના દેશની ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટીવ સ્મિથને ટેસ્ટ કેપ્સ આપી. ટેસ્ટ મેચ જોવા માટે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચેલા હજારો ક્રિકેટ પ્રેમીઓએ તાળીઓના ગડગડાટ સાથે ગોલ્ફ કાર્ટમાં પીએમ મોદી અને અલ્બેનીઝનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી અને અલ્બેનીઝ બંને ટીમના ખેલાડીઓને મળ્યા અને જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા ત્યારે ખેલાડીઓ સાથે ઉભા રહ્યા.
#WATCH Australian PM Anthony Albanese receives Guard of Honour onboard India’s first indigenous aircraft carrier, INS Vikrant pic.twitter.com/Uv7nplQP7B
— ANI (@ANI) March 9, 2023
બંને પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેના ‘હોલ ઓફ ફેમ મ્યુઝિયમ’ની પણ મુલાકાત લીધી હતી. અલ્બેનીઝ બુધવારે સવારે અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે શહેરમાં આયોજિત કેટલાક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તો પીએમ મોદી બુધવારે મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા.