આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઓસ્ટ્રેલિયન નેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં ભારતીય યુદ્ધવીરોને અંજલિ આપી

Text To Speech
  • દિલ્હીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટુ-પ્લસ-ટુ મંત્રી સ્તરની બેઠક યોજાશે
  • ઓસ્ટ્રેલિયન ડેપ્યુટી પીએમ અને સંરક્ષણ પ્રધાન રિચાર્ડ માર્લ્સે વિદેશ મંત્રી પેની વોંગ સાથે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી

નવી દિલ્હી: દિલ્હીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટુ-પ્લસ-ટુ મંત્રી સ્તરની બેઠક યોજાશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ રિચાર્ડ માર્લ્સ અને પેની વોંગ સાથે વાતચીત કરશે.ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગ દિલ્હી પહોંચ્યા હતા. તેમના પહેલા ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ(નાયબ વડાપ્રધાન)ભારતની મુલાકાતે આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ડેપ્યુટી પીએમ અને સંરક્ષણ પ્રધાન રિચાર્ડ માર્લ્સે વિદેશ મંત્રી પેની વોંગ સાથે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

બેઠકનો ભાગ બનવા માટે ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગનું દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ લખ્યું ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો સાથે જોડાયેલા ઘણા પાસાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ પણ ભારત પહોંચ્યા હતા

વિદેશ મંત્રી પેની વોંગ પહેલા ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ અને સંરક્ષણ મંત્રી રિચર્ડ માર્લ્સ ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓ બીજી 2+2 મંત્રી સ્તરીય મંત્રણામાં ભાગ લેવા ભારત પણ પહોંચ્યા હતા. માર્લ્સે કહ્યું હતું કે ભારત ઓસ્ટ્રેલિયા માટે ઉત્તમ સુરક્ષા ભાગીદાર છે. બંને દેશો વચ્ચેની ભાગીદારી એ નક્કર ક્રિયાઓમાંની એક છે જેનો સીધો ફાયદો ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને થાય છે. આ બંને દેશો વચ્ચે સુરક્ષા ભાગીદારીમાં વધતી જતી નિકટતા દર્શાવે છે.

આ પણ વાંચો, વર્લ્ડ કપ ફાઈનલના દિવસે એરપોર્ટ પર 40 હજાર મુસાફરો નોંધાયા, જાણો વિદેશથી કેટલા આવ્યા

Back to top button