IFFI 2024માં ઓસ્ટ્રેલિયન ફિલ્મ નિર્માતા સત્યજીત રે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત


ગોવા, 29 નવેમ્બર: ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024નું ગોવા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભારતના આ 55મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના સમાપન સમારોહ દરમિયાન ઓસ્ટ્રેલિયાના સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા ફિલિપ નોયસને તેમની તેજસ્વી અને વ્યાપક સિનેમેટિક સફરને બિરદાવતા સત્યજીત રે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Honouring a true master of cinema ! 🎬✨#PhillipNoyce receives the Satyajit Ray Lifetime Achievement Award, celebrating a career defined by unforgettable storytelling and cinematic brilliance! #IFFI2024 #IFFI55 #TheFutureIsNow @MIB_India @IFFIGoa @nfdcindia @DDNational pic.twitter.com/pMxZlajoio
— PIB India (@PIB_India) November 28, 2024
IFFI 2024ના સમાપન સમારોહમાં રેડ કાર્પેટ પરથી તેમણે શું કહ્યું?
ઓસ્ટ્રેલિયન ફિલ્મ નિર્માતા ફિલિપ નોયસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024ને પગલે ગોવા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ફિલ્મ નિર્માતા ફિલિપ નોયસે કહ્યું કે, મને એક ભારતીય ફિલ્મ બનાવવાનું ગમશે અને મને ખુશી થશે કે ઓસ્ટ્રેલિયા -ભારત સાથે સહ-નિર્માણમાં કોન્ટ્રાક્ટ કરે, જેના પર અમે હસ્તાક્ષર પણ કરેલા છે.
Acclaimed Director and recipient of the Satyajit Ray Lifetime Achievement Award this year, Philip Noyce graces the red carpet at the closing ceremony of 55th #IFFI
I would love to make an Indian film and would love for Australia and India to be in a co-production agreement… pic.twitter.com/PNR7moqPtM
— PIB India (@PIB_India) November 28, 2024
નોયસ એન્જેલીના જોલી-સ્ટારર સોલ્ટ, હેરિસન ફોર્ડ અભિનીત પેટ્રિઓટ ગેમ્સ અને ડેન્ઝેલ વોશિંગ્ટન દર્શાવતી ધ બોન કલેક્ટર જેવી ફિલ્મો માટે જાણીતા છે. સિનેમેટિક હસ્તીઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપ આ એવોર્ડમાં સિલ્વર પીકોક મેડલ, એક પ્રમાણપત્ર, એક શૉલ, એક સ્ક્રોલ અને 10,00,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર સામેલ છે.
1978માં, પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન ફિલ્મ નિર્માતા ફિલિપ નોયસે મુંબઈની મુલાકાત લીધી હતી અને સ્થાનિક થિયેટરોમાં ફિલ્મો જોવા ગયા હતા. તે અનુભવ અને ફિલ્મોને દર્શકોના પ્રતિસાદથી તેઓ પ્રભાવિત થયા હતા. ગોવામાં 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ના સમાપન સમારોહમાં સિનેમામાં શ્રેષ્ઠતા માટે સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત થયા બાદ તેમણે યાદ કર્યું હતું કે, “એવું લાગતું હતું કે તેઓ (પ્રેક્ષકો) ફિલ્મમાં જ હતા.” નોયસ ઉપરાંત, ફેસ્ટિવલ ડિરેક્ટર શેખર કપૂર અને અભિનેતા વિક્રાંત મેસીએ ભારતીય પ્રેક્ષકો માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી, જેમણે દાયકાઓથી તેના વિશાળ ફિલ્મ ઉદ્યોગને ટકાવી અને સમર્થન આપ્યું છે.
આ પણ જૂઓ: કરીના-રણબીરે આરતી ઉતારી, સાળી-જીજા મસ્તી મુડમાં, જુઓ આદર-અલેખાના રોકાની ઈનસાઈડ તસવીરો