ગુજરાતદક્ષિણ ગુજરાત

અકસ્માતના નવા કાયદાનો વિરોધ, સુરતમાં BRTS અને સિટી બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા

Text To Speech

અમદાવાદ, 1 જાન્યુઆરી 2024, ગુજરાતમાં BRTS અને સિટી બસના ડ્રાઈવરો દ્વારા સતત કરવામાં આવતા અકસ્માતને કારણે સરકાર દ્વારા કાયદા બનાવવાની ફરજ પડી હતી. સરકારે અકસ્માતમાં કોઈનું મોત થાય તો લાખો રૂપિયાનો દંડ અને 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી હતી. સરકારના નવા નિયમમાં કારણે ડ્રાઇવરો અને કંડક્ટરોને મુશ્કેલીમાં વધારો થતો હોવાનું લાગ્યું હતું. તેથી આજે એકાએક કર્મચારીઓએ નારા બાજી કરીને નવા કાયદાનો વિરોધ કર્યો હતો. સુરત અને અમદાવાદમાં સરકારના આ નવા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

બસચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ કોર્પોરેશન સંચાલિત AMTS બસના 38 જેટલા ડ્રાઇવરો હાજર નહીં થતાં આજે 700 બસમાંથી 662 બસ ઉપડી હતી. બીજી બાજુ સુરતમાં પણ BRTS અને સિટી બસચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. અઠવાગેટ ચોપાટી ખાતે મોટી સંખ્યામાં ડ્રાઇવરો અને કંડક્ટરો એકત્રિત થઈને સૂત્રોચાર કર્યા હતાં. સુરતમાં આજે એકાએક કર્મચારીઓએ નારા બાજી કરીને નવા કાયદાનો વિરોધ કર્યો હતો. અઠવાગેટ ચોપાટી પાસે એકત્રિત થયા બાદ જિલ્લા કલેકટરને આવેદન આપવા માટે પહોંચ્યા હતા.

શું છે હિટ એન્ડ રનનો નવો કાયદો?
રોડ પર અકસ્માત કરીને ભાગી જનારા મામલે સરકાર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ કાયદા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રોડ અકસ્માત કરનારી કોઈ વ્યક્તિ અકસ્માત કરીને ભાગી જાય છે અને ઈજાગ્રસ્ત વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે. તો તેને 10 વર્ષની સજા થશે, પરંતુ જો અકસ્માત સર્જનારી વ્યક્તિ ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી-ર૦ર૪: નડિયાદ અને મોરબીમાં EVM/VVPat અંગે જાગૃતિ અભિયાનનો પ્રારંભ

Back to top button