ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયા 474 રનમાં ઓલઆઉટ, સ્મિથના 140 રન, બુમરાહની 4 વિકેટ

મેલબોર્ન, તા.27 ડિસેમ્બર, 2024: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટનો આજે બીજો દિવસ છે. ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 474 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. સ્ટીવ સ્મિથે પોતાની 34મી ટેસ્ટ સદી ફટકારી હતી. કેપ્ટન પેટ કમિન્સે 49 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસે ઑસ્ટ્રેલિયાએ છ વિકેટે 311 રન બનાવ્યા હતા.

સ્મિથે લૉઅર ઓર્ડરના બેટ્સમેનો સાથે મળી ભારતનું વધાર્યું પ્રેશર

જો કે, ભારતીય બોલરોએ આજે ચાર વિકેટ માટે સખત મહેનત કરવી પડી હતી. ઑસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. સ્મિથે 140 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રિત બુમરાહે ચાર વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાને ત્રણ વિકેટ મળી હતી. અર્શદીપ સિંહને બે અને વૉશિંગ્ટન સુંદરે એક વિકેટ ઝડપી હતી.

સ્ટીવ સ્મિથે ફટકારી 34મી ટેસ્ટ સદી

સ્ટીવ સ્મિથે મેલબોર્ન ટેસ્ટમાં સદી ફટકારી હતી. તેમણે 167 બોલમાં પોતાની 34મી ટેસ્ટ સદી ફટકારી હતી. ભારત સામેની ટેસ્ટમાં આ તેમની 11મી સદી હતી અને તે ટીમ ઇન્ડિયા સામે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારો બેટ્સમેન પણ બન્યો હતો.

ભારતીય ટીમ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી

ગઇકાલે ભારતનાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું હતું. આ દરમિયાન મેલબોર્નમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ચોથી મેચના બીજા દિવસની શરૂઆત સાથે જ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ મેદાન પર કાળી પટ્ટી પહેરીને રમવા આવ્યા હતા. મહાન અર્થશાસ્ત્રી અને દેશના બે વખતના વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી સમગ્ર દેશ શોકમાં છે, આથી તેમના પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવા ભારતીય ટીમે મેદાન પર કાળી પટ્ટી પહેરીને મેચની શરૂઆત કરી હતી.


ભારતીય ટીમ

યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહીલ, ઋષભ પંત, નીતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

મેલબોર્નમાં કેવો છે ભારતનો દેખાવ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત 1948 થી 2000 સુધી અત્યાર સુધીમાં 14 મેચ રમ્યું છે, જેમાં ભારતે 4 મેચ જીતી છે અને 8 હારી છે. ભારતે પ્રથમ વખત 1977માં આ મેદાન પર જીત મેળવી હતી. ભારતને 1981માં આ મેદાન પર તેની બીજી જીત મળી હતી. આ પછી ભારતે ત્રીજી જીત માટે 37 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. 2018માં ભારતને આ મેદાન પર ત્રીજી જીત મળી હતી. તે જ સમયે, ભારતને 2020 માં એક મોટી જીત મળી હતી.

આ પણ વાંચોઃ સેમ કોંસ્ટાસે રચ્ચો ઇતિહાસ, બુમરાહ સામે આ કારનામું કરનારો બન્યો પ્રથમ ક્રિકેટર

Back to top button