ઑસ્ટ્રેલિયાએ ગાબા ટેસ્ટ માટે પ્લેઈંગ 11 કરી જાહેર, જીત છતાં કર્યો ટીમમાં બદલાવ
બ્રિસ્બેન, તા.13 ડિસેમ્બર, 2024: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 ની ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાશે. ભારતે પ્રથમ મેચ 295 રનથી જીતી હતી, જ્યારે યજમાન ટીમે બીજી મેચ 10 વિકેટથી જીતીને શ્રેણી 1-1 થી બરાબર કરી હતી. હવે તમામ ચાહકોની નજર ત્રીજી ટેસ્ટ મેચ પર છે, જેના વિશે યજમાન ઑસ્ટ્રેલિયાએ તેની પ્લેઇંગ 11ની જાહેરાત કરી છે, જેમાં એડિલેડ ટેસ્ટ મેચમાં જીત છતાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેની પુષ્ટિ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પોતે મેચના એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી.
ઑસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સે કહ્યું કે ગત મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ ન રહેલા ઝડપી બોલર જોશ હેઝલવુડને આ ટેસ્ટ મેચ માટે ફિટ કરી દેવામાં આવ્યો છે અને તે સ્કોટ બોલાન્ડની જગ્યા લેશે. હેઝલવુડ સાઇડ સ્ટ્રેઇનને કારણે એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. બોલાન્ડની વાત કરીએ તો તેણે એડિલેડ ટેસ્ટ મેચમાં ખૂબ જ સારી બોલિંગ કરી હતી, જેમાં તે 5 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. હેઝલવુડે બ્રિસ્બેન ટેસ્ટ મેચ માટે પ્લેઇંગ 11માં સામેલ થતાં પહેલાં ફિટનેસ ટેસ્ટ પણ કરાવ્યો હતો, જેમાં તે પાસ થયો હતો.
JUST IN: Josh Hazlewood is back for the Gabba Test! #AUSvIND pic.twitter.com/ikV3L6JAU6
— cricket.com.au (@cricketcomau) December 13, 2024
જોશ હેઝલવુડની બ્રિસ્બેન ટેસ્ટ મેચ માટે પ્લેઇંગ 11માં વાપસી પાછળનું સૌથી મોટું કારણ ભારતીય ટીમ સામે તેનો શાનદાર રેકોર્ડ પણ છે, જેમાં તેણે અત્યાર સુધીમાં 16 ટેસ્ટ મેચમાં 25.55 ની એવરેજથી 56 વિકેટ ઝડપી છે, જેમાં તેણે ચાર વખત એક ઇનિંગમાં 5 વિકેટ પણ લીધી છે. હેઝલવુડ સિવાય, ઑસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11માં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે સ્પષ્ટ કરે છે કે તેઓ ત્રણ મુખ્ય ઝડપી બોલરો અને એક સ્પિનરને મેદાનમાં ઉતારશે.
ઑસ્ટ્રેલિયા પ્લેઇંગ 11: ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વિની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ.
આ પણ વાંચોઃ ગાબા ટેસ્ટ ભારત જીતશે! ઑસ્ટ્રેલિયાના ખેલાડીએ જ આપી મહત્વની ટિપ્સ
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S