સ્પોર્ટસ

ભારતના ટોપ સ્પિનરનો સામનો કરવા માટે ઓસ્ટ્રેલિયાએ લીધી આ ગુજ્જુ ખેલાડીની મદદ

Text To Speech

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 9મી ફેબ્રુઆરીથી બોર્ડર-ગાવસ્કર સીરિઝની શરૂઆત થઈ રહી છે. ત્યારે આ ચાર ટેસ્ટની સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ ભારત આવી ગઈ છે. અને ઓસ્ટ્રેલિયાએ અલૂરમાં ચાર દિવસના વિશિષ્ટ નેટ પ્રેક્ટિસ સેશનની તૈયારી શરૃ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા આ બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતવા માટે તમામ પ્રયાસ કરી રહી છે

બરોડાના સ્પિનર મહેશ પિઠીયાને નેટ પ્રેક્ટિસ માટે બોલાવ્યો

ટીમ ઈન્ડિયા સામેની ટેસ્ટ સીરીઝ જીતવા માટે ઓસ્ટ્રેલિયન ટીમ ગુજરાતના ખેલાડીની મદદ લઈ રહ્યું છે. બેંગલુરુના અલૂરમાં ખાસ પ્રેક્ટિસ સેશનની તૈયારી ચાલી રહી છે.  જાણકારી મુજબ ટેસ્ટ મેચમાં ભારતના ટોચના સ્પીનર અશ્વિનનો સામનો કરવા ઓસ્ટ્રેલિયન બેટરોએ અશ્વિન જેવી જ બોલિંગ એક્શન ધરાવતા બરોડાના સ્પિનર મહેશ પિઠીયાને નેટ પ્રેક્ટિસ સેશનમાં ખાસ બોલાવવામાં આવ્યો છે.

બોલર મહેશ પીઠીયા-humdekhengenews

ઓસ્ટ્રેલિયાએ જૂનાગઢના મહેશની લીધી મદદ

સ્પિનર મહેશ જૂનાગઢનો રહેવાસી છે. મહેશ અત્યારે જાણે રાતોરાત આખી ઓસ્ટ્રેલિયા ટીમનો ‘ગુરુ’ બની ગયો હોય એવા ઘાટ જોવા મળી રહ્યો છે. ભારતના ટોચના સ્પીનર અશ્વિનનો સામનો કરવા ઓસ્ટ્રેલિયાએ જૂનાગઢના મહેશની મદદ લીધી છે. મહેશની બોલિંગ એક્શન એકદમ અશ્વિન જેવી જ છે. તાજેતરમા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહેશ ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ સામે બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે.

જાણો કોણ છે મહેશ

મહેશ મૂળ જૂનાગઢનો રહેવાસી છે. તે જૂનાગઢથી બરોડા ક્રિકેટ માટે શિફ્ટ થયો હતો. અને 2013માં મહેશે અશ્વિનને વેસ્ટ ઇન્ડિઝ સામે બોલિંગ કરતા જોયો હતો જે બાદ તેનું જીવન જાણે બદલાઈ ગયું હતું. તે બાદ તેણે ઓફ-સ્પિનને પોતાના જીવનનું મંત્ર બનાવી દીધું છે. ઓસ્ટ્રેલિયાએ તેને સ્પોટ કર્યા બાદ રણજી સમાપ્ત થયા બાદ તરત જ ટ્રેનિંગ સેશન જોઈન કરવા કહ્યું હતું.

આ પણ વાંચો : સપના ચૌધરી ફરી આવી વિવાદમાં, ભાભીએ નોંધાવી પોલીસ ફરિયાદ,જાણો શું છે સમગ્ર મામલો

Back to top button