ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ભારત સામેની WTC ફાઈનલ અને એશિઝ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત

Text To Speech

ભારત સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને ઈંગ્લેન્ડ સામેની એશિઝ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 7 જૂન, 2023થી લંડનના ઓવલ ખાતે રમાશે. ઈંગ્લેન્ડ સામે રમાનારી પાંચ ટેસ્ટ મેચોની એશિઝ સિરીઝ 16 જૂન, 2023 થી શરૂ થશે અને સિરીઝની છેલ્લી મેચ 27 જુલાઈથી રમાશે. ઓસ્ટ્રેલિયા દ્વારા બંને ટુર્નામેન્ટ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે.

Australian Squad 2023
Australian Squad 2023

આ ખેલાડીઓને ફરી તક, જોશ ઈંગ્લિસ ટેસ્ટ ડેબ્યૂ કરી શકે 

ઓલરાઉન્ડર મિચેલ માર્શ અને બેટ્સમેન માર્કસ હેરિસની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. વિકેટ કીપર બેટ્સમેન જોશ ઈંગ્લિસને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોશ ઈંગ્લિશ અત્યાર સુધી ટીમ માટે એક પણ ટેસ્ટ મેચ રમ્યો નથી. આ સ્થિતિમાં તે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ડેબ્યૂ પણ કરી શકે છે. જ્યારે મિચેલ માર્શે તેની છેલ્લી ટેસ્ટ 2019 એશિઝ સિરીઝમાં અને માર્કસ હેરિસ જાન્યુઆરી 2022માં રમી હતી. મિશેલ માર્શ છેલ્લા કેટલાક સમયથી ઈજાથી ઝઝૂમી રહ્યો હતો, પરંતુ તેણે વાપસી બાદ શાનદાર ફોર્મ બતાવ્યું છે.

4 પેસર, 2 ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર અને 2 સ્પિનરો સામેલ

ટીમમાં ચાર મુખ્ય ઝડપી બોલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કેપ્ટન પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને સ્કોટ બોલેન્ડનો સમાવેશ થાય છે. આ સિવાય કેમેરોન ગ્રીન અને મિશેલ માર્શ પાર્ટ ટાઈમ ફાસ્ટ બોલર છે. જ્યારે, નાથન લિયોન અને ટોડ મર્ફીની જોડી સ્પિન બોલિંગ કરશે.

WTC ફાઈનલ અને એશિઝ (2023) માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

પેટ કમિન્સ (સી), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, ટોડ મર્ફી, મેથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ (વીસી) , મિશેલ સ્ટાર્ક અને ડેવિડ વોર્નર.

Back to top button