વર્લ્ડ

ઓસ્ટ્રેલિયા : હિન્દુ મંદિર પર હુમલો, તોડફોડ કરી ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખ્યાં, 15 દિવસમાં ત્રીજી ઘટના

Text To Speech

ઓસ્ટ્રેલિયામાં ફરી એક વાર હિન્દુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સમર્થકોએ મેલબોર્નના અલબર્ટ પાર્ક ખાતે આવેલા એક હિન્દુ મંદિર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ફરી એક વખત ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાનીઓએ હિનેદુ મંદિરને નિશાના પર લીધુ છે.

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિર પર હુમલો

મળતી માહીતી મુજબ ફરી એક વાર ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે. મેલબોર્નના અલબર્ટ પાર્ક ખાતે આવેલા એક હિન્દુ મંદિરમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મેલબોર્નમાં હિન્દુ મંદિર પર છેલ્લા 15 દિવસમાં આ ત્રીજી વખત હુમલો કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલીયામાં મંદિર પર હુમલો -humdekhengenews

મંદિરની દિવાલો પર લખ્યા નારા

મેલબોર્નમાં આવેલ ઇસ્કોન મંદિર જેને હરે કૃષ્ણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યા સોમવારે વહેલી સવારે તોડફોડ કરવામાં આવી છે. અને ખાલિસ્તાની સમર્થકોએ મંદિરમાં તોડફોડ કરીને મંદિરની દિવાલો પર ખાલિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ જેવા નારા પણ લખ્યા છે.

પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ

છેલ્લા 15 દિવસથી ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરવામાં આવતી આ હેરાનગતીથી મંદિરમા આવતા લોકો અને મંદિરના પુજારીઓ પણ પરેશાન થઈ ગયા છે. આ મામલે પોલીસ પણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી હોવાનુ જાણવા મળી રહ્યું છે.

અગાઉ પણ કરાયો હતો હુમલો

ઉલ્લેખનીય છે કે અહી અગાઉ 12 અને ૧૭ જાન્યુઆરીએ ખાલિસ્તાન સમર્થકો દ્વારા હિન્દુ મંદિર પર હુમલો કરાયો હતો. મેલબોર્નમાં 15 દિવસમાં આ ત્રીજા મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે. અગાઉ 12મી જાન્યુઆરીએ મેલબોર્નમાં આવેલ ભગવાન સ્વામિનારાયણ મંદિર પર હુમલો કરી મંદિરની દીવાલો પર પણ ભારતવિરોધી નારા લખ્યા હતા. જ્યારે 17 જાન્યુઆરીએ પણ મેલબોર્નમાં જ BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન પર હવે વીજળી સંકટ, આખા પાકિસ્તાનમાં લાઈટ ગૂલ

Back to top button