ઓસ્ટ્રેલિયાએ T20 અને ODI સિરીઝ માટે ટીમની કરી જાહેરાત, આ મોટા ખેલાડીઓની પડી વિકેટ
- ઓસ્ટ્રેલિયન ટીમ સપ્ટેમ્બર મહિનામાં સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાની છે, જ્યાં બંને ટીમો સામે 3-3 મેચની ટી-20 શ્રેણી સિવાય, તે ઈંગ્લેન્ડની ટીમ સામે 5 મેચની વનડે શ્રેણી પણ રમશે
ઓસ્ટ્રેલિયા, 15 જુલાઈ: ઓસ્ટ્રેલિયન ટીમને સપ્ટેમ્બર મહિનામાં સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે T20 શ્રેણી રમવાની છે, જેમાં ટીમ પહેલા સ્કોટલેન્ડનો પ્રવાસ કરશે જ્યાં તે યજમાન ટીમ સામે 3 મેચની T20 શ્રેણી રમશે. આ પછી તે ઈંગ્લેન્ડ સામે 3 T20 અને છેલ્લે 5 મેચની વનડે શ્રેણી રમવાની છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ સીરીઝ માટે ટીમની જાહેરાત કરી છે, જેમાં બિગ બેશ લીગમાં પર્થ સ્કોર્ચર્સ અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી રમતા કૂપર કોનોલીને પ્રથમ વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય જેક ફ્રેઝર મેકગર્કને પણ T20 ટીમની સાથે ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
પેટ કમિન્સને આરામ આપવામાં આવ્યો, સ્ટાર્ક-મેક્સવેલ માત્ર ODI ટીમનો ભાગ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જાહેર કરવામાં આવેલી ટીમમાં મિચેલ માર્શ ટી-20 સિરીઝની સાથે વનડે સિરીઝમાં પણ ટીમની કેપ્ટનશિપની જવાબદારી સંભાળશે. જ્યારે પેટ કમિન્સને આ સમગ્ર પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે જેથી તે આ પછી શરૂ થતા ઓસ્ટ્રેલિયન સમર માટે સંપૂર્ણપણે ફ્રેશ રહી શકે. જ્યારે મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલને માત્ર ODI સિરીઝ માટે ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. આ સિવાય ટી-20 વર્લ્ડ કપ 2024માં ટીમનો ભાગ બનેલા એશ્ટન અગર અને મેથ્યુ વેડને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે જ્યારે ડેવિડ વોર્નરે વર્લ્ડ કપના અંત સાથે નિવૃત્તિ લઈ લીધી છે.
કૂપર કોનોલીની વાત કરીએ તો તે ડોમેસ્ટિક લેવલ પર 15 T20 મેચ રમી ચૂક્યો છે. આ સિવાય તેણે 2022-23 બિગ બેશ લીગ સીઝનમાં પર્થ સ્કોર્ચર્સ ટીમને વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તે ડાબા હાથની સ્પિન બોલિંગનો વિકલ્પ પણ આપે છે.
સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે T20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ:
મિશેલ માર્શ (C), ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, ટિમ ડેવિડ, નાથન એલિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, કેમેરોન ગ્રીન, એરોન હાર્ડી, જોશ હેઝલવૂડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ (WK), સ્પેન્સર જોન્સન, માર્કસ સ્ટોઈનિસ, એડમ ઝમ્પા
ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ:
મિશેલ માર્શ (C), સીન એબોટ, એલેક્સ કેરી (wk), કેમેરોન ગ્રીન, નાથન એલિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ (wk), ટ્રેવિસ હેડ, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ શોર્ટ, સ્ટીવન સ્મિથ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા
સ્કોટલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની T20 શ્રેણીનું શેડ્યૂલ
- પ્રથમ મેચ – 4 સપ્ટેમ્બર, એડિનબર્ગ ગ્રાઉન્ડ પર
- બીજી મેચ – 6 સપ્ટેમ્બર, એડિનબર્ગ ગ્રાઉન્ડ ખાતે
- ત્રીજી મેચ – 7 સપ્ટેમ્બર, એડિનબર્ગ ગ્રાઉન્ડ પર
ઈંગ્લેન્ડ સામેની T20 સીરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમનું શેડ્યુલ
- પ્રથમ મેચ – 11 સપ્ટેમ્બર, સાઉધમ્પ્ટન
- બીજી મેચ – 13 સપ્ટેમ્બર, કાર્ડિફ
- ત્રીજી મેચ – 15 સપ્ટેમ્બર, માન્ચેસ્ટર
ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
- પ્રથમ મેચ – 19 સપ્ટેમ્બર, નોટિંગહામ
- બીજી મેચ – 21 સપ્ટેમ્બર, લીડ્ઝ
- ત્રીજી મેચ – 24 સપ્ટેમ્બર, ચેસ્ટર-લે-સ્ટ્રીટ
- ચોથી મેચ – 27 સપ્ટેમ્બર, લોર્ડ્સ, લંડન
- પાંચમી મેચ – 29 સપ્ટેમ્બર, બ્રિસ્ટોલ
આ પણ વાંચો: આર્જેન્ટિનાએ કોલંબિયાને હરાવી 16મી વખત જીત્યો કોપા અમેરિકા ફૂટબોલ ટુર્નામેન્ટનો ખિતાબ